આંતરરાષ્ટ્રીયઃ માઉન્ટ એવરેસ્ટને પહેલીવાર સર કરનાર પર્વતારોહી શેરપાનું નિધન

અટલ સમાચાર,ડેસ્ક
માઉન્ટ એવરેસ્ટની ટોચને કોઇ એક વાર પણ સર કરી જાય મોટી વાત બની જાય છે. ત્યારે માઉન્ટ એવરેસ્ટની ટોચને પહેલીવાર સર કરનાર નેપાળી પર્વતારોહી આંગ રીતા શેરપાનું આજે નિધન થઇ ગયું છે. તેમણે પોતાના સમગ્ર જીવનમાં 10 વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. અને તે આવું કરનાર દુનિયાના એક માત્ર વ્યક્તિ છે. તેમનો આ રેકોર્ડ વર્ષ 2017માં ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો હતો. ત્યારે તેમની શોક સભામાં જોડાયેલા તેમના પરિવારે જણાવ્યું કે તે લાંબા સમયથી બિમાર હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
તેમના સાથીઓ પણ તેમની મોતને પર શોક વ્યક્ત કરતા કહ્યું કે નેપાળ અને પર્વતારોહી સમુદાયને આનાથી મોટી ખોટ સાલી છે. તેમનું નિધન 72 વર્ષની ઉંમરે સોમવારે થયું છે. તેમને મગજ અને લિવરને લગતી બિમારી હતી જેનાથી તે લાંબા સમયથી પરેશાન હતા.
તમને જણાવી દઇએ કે રીતા શેરપાએ 10 વાર કોઇ પણ પ્રકારના ઓક્સીજન સિલિન્ડરની મદદ વગર એવરેસ્ટની ચડાઇ પૂરી કરી છે. તેમના સાથીઓ તેમને ‘સ્નો લેપર્ડ’ નામે બોલાવતા હતા. પહેલીવાર 1993માં તેમણે માઉન્ટ એવરેસ્ટની ચડાઇ કરી હતી. તે પછી તેમણે 1996 સુધીમાં તેમની આ 10 ચડાઇ પૂરી કરી હતી. તેમના પૌત્ર ફૂર્બા તશેરિંગ જણાવ્યું કે તેમની મોત કાઠમાડુંના તેમના ઘરે જ થઇ.

નેપાળ પર્વતારોહી સંઘના પૂર્વ અધ્યક્ષ આંત તશેરિંગ શેરપાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અને કહ્યું કે તે પર્વતારોહીઓ માટે કોઇ સ્ટારથી ઓછા નહતા. તેમની મોતની દેશ અને પર્વતારોહી બંધુત્વને આધાત લાગ્યા છે. તેમના મૃતદેહને શેરપા ગોંબા કે ધાર્મિક સ્થળ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રીતા શેરપાએ અન્ય પર્વતારોહીઓ સામે એક તેવું ઊંચો રેકોર્ડ સ્થાપ્યો હતો જેને અન્ય શેરપા સમુદાયના લોકોને તેનાથી આગળ વધી આ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવવા માટે પ્રેરણા આપી હતી. આ જ સમુદાયના એક બીજા સદસ્યા પર 24 વાર ચડાઇ કરવાનો રેકોર્ડ છે.