આંતરરાષ્ટ્રીયઃ ચીનમાં કોરોના વાયરસથી 17ના મોત આવવા-જવા પર પ્રતિબંધ

અટલ સમાચાર, ડેસ્ક ગુરુવારે વુહાન શહેરથી બહાર આવતી દરેક ઉડાન અને ટ્રેન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) પ્રમુખ ટેડ્રોસ એડહેનમે ગેબ્રેયીસુસે બુધવારે કહ્યું કે, ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરવી કે નહીં તે વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. ચીનમાં અત્યાર
 
આંતરરાષ્ટ્રીયઃ ચીનમાં કોરોના વાયરસથી 17ના મોત આવવા-જવા પર પ્રતિબંધ

અટલ સમાચાર, ડેસ્ક

ગુરુવારે વુહાન શહેરથી બહાર આવતી દરેક ઉડાન અને ટ્રેન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) પ્રમુખ ટેડ્રોસ એડહેનમે ગેબ્રેયીસુસે બુધવારે કહ્યું કે, ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરવી કે નહીં તે વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 500થી વધારે કેસ સામે આવ્યા છે. 17 લોકોના મોત થયા છે.

ટ્રાન્સપોર્ટ બંધ કરવા મુદ્દે WHO પ્રમુખે કહ્યું કે, આ પગલાંથી ચીનમાં આંતરિક લેવલે તો વાયરસ ફેલાતો રોકાશે જ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ વાયરસ ફેલાવાની આશંકા ઓછી થઈ જશે. ચીનમાં હજારો લોકોને આ વાયરસનું ઈન્ફેક્શન થઈ રહ્યું છે. કોરોના વાયરસનો પહેલો કેસ વુહાન શહેરમાંથી 31 ડિસેમ્બરે મળ્યો હતો. કોરોના વાયરસ SRS (સીવિયર એક્યૂટ રેસિપિરેટરી સિન્ડ્રોમ-સાર્સ) જેવો હોવાના કારણે જોખમ વધારે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચીનમાં ન્યૂ યરની ઉજવણી કરવા માટે આ સપ્તાહે લાખો લોકો આવતા-જતા રહેશે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે એરપોર્ટ્સ, બસ સ્ટોપ, ટ્રેનોમાં લોકોની તપાસ કરવામાં આવી રહી છે. બેઈજિંગ, શાંગાઈ અને ચોંગકિંગની સાથે જ ઉત્તર પૂર્વ, મધ્ય અને દક્ષિણ ચીનથી પણ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જાપાન, મકાઉ, દક્ષિણ કોરિયા, તાઈવાન, થાઈલેન્ડ અને અમેરિકામાં પણ તેના કેસ જોવા મળ્યા છે. સાર્સ વાયરસથી 2002-2003માં ચીન અને હોંગકોંગમાં અંદાજે 650 લોકોના મોત થયા હતા. કોરોનાને પણ સાર્સ વાયરસની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. તેનાથી બચવાના ઉપાય પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી સુધી વાયરસના સોર્સની જાણ થઈ નથી.

અમેરિકાના 5 એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. લંડનમાં મોસ્કો સુધી એરપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે. WHOએ ખુલાસો કર્યો છે કે, પ્રભાવિત લોકો સંપર્કમાં આવતા ઈન્ફેક્શન ફેલાવાની શક્યતા છે. માનવામાં આવે છે કે, આ વાયરસ જાનવરથી ફેલાયો છે. ચીનના સ્વાસ્થય વિભાગના સીનિયર અધિકારી ગાઓ ફૂએ કહ્યું કે, અમે પહેલેથી જ જાણીએ છીએ કે આ બીમારી એક એવી જગ્યાથી વીકસી છે જ્યાં ગેરકાયદે રીતે જંગલી જાનવરોનું ખરીદ-વેચાણ થાય છે.