આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

આઈપીએલમાં રમવા માટે યૂએઈ પહોંચેલા ચેન્નાઈ સુપર કિંગ્સનો બેટ્સમેન સુરેશ રૈના પારિવારિક કારણને લીધે સ્વદેશ પરત આવ્યો છે. સુરેશ રૈના આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. સીએસકેના સીઈઓ ઈ વિશ્વનાથને સોશિયલ મીડિયા પર જાણકારી આપી કે આ સમયે આખી ટીમનું તેમના પરિવારને સમર્થન છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

File Photo

સીએસકેના સીઈઓએ ટ્વીટર પર લખ્યુ કે, “સુરેશ રૈના અંગત કારણથી ભારત પરત ફર્યો છે. તે આખી સિઝન માટે ટીમમાંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ આ સમયમાં સુરેશ રૈના અને તેના પરિવારને પૂરું સમર્થન આપે છે.”

સીએસકેના સભ્યોને દુબઈ પહોંચ્યા બાદ કોરોના થયો હતો. જે બાદ શુક્રવારથી આખી ટીમ ક્વૉરન્ટીન થઈ ગઈ હતી. ટીમનો ક્વૉરન્ટીન સમય એક અઠવાડિયા સુધી વધારી દેવામાં આવ્યો છે. એવા સમાચાર ચાલી રહ્યા છે કે ચેન્નાઇ સુપર કિંગ્સના કુલ 11 સભ્યોને કોરોના થયો છે, જેમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ છે. નોંધનીય છે કે, ચેન્નાઇની ટીમ ગત 21 ઓગસ્ટના રોજ દુબઇ પહોંચી ગઈ છે અને છ દિવસના ક્વૉરન્ટીન પીરિયડમાં હતી. સુરેશ રૈના પણ ટીમ સાથે દુબઈ પહોંચ્યો હતો. બાકી ટીમ હોટલમાં બંધ છે જ્યારે રૈના પરત ફર્યો છે.

21 Sep 2020, 8:36 AM (GMT)

COVID-19 Global Stats

31,254,688 Total Cases
965,199 Death Cases
22,839,140 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code