દાવોઃ ગાયને ગળે લગાવવાથી તણાવમાંથી અને માનસિક સ્વાસ્થ્યમાં રાહત મળે છે

અટલ સમાચાર, ડેસ્ક
નેધરલેન્ડના રુવર વિસ્તારથી શરુ થયેલ એક ટ્રેન્ડ દુનિયાભરમાં અપનાવવામાં આવી રહી છે. રુવર વિસ્તારમાં ગાયને આલિંગન કરવાની પ્રેક્ટીસ શરુ થઇ અને હવે દુનિયાભરના લોકોને અપનાવી રહ્યા છે. ડચ ભાષાના શબ્દ ‘કૉ નફલેન’ નામથી આ પ્રેક્ટીસ શરુ કરવામાં આવી હતી જેને ઘણા લોકો અપનાવી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે આમ કરવાથી તણાવથી રાહત મળે છે અને માનસિક સ્વાસ્થ્યને પણ લાભ મળે છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
દુનિયામાં માનસિક તણાવ એ ઘણા સમયથી લોકોની ખૂબ મોટી સમસ્યા છે અને તેના ઈલાજ માટે ઘણા બધી પદ્ધતિ અપનાવવામાં આવે છે. એવામાં ભારતમાં જેને લોકોએ માનું સ્થાન આપ્યું છે એવી ગાયથી માનસિક તણાવમાં રાહતનો લોકો દાવો કરી રહ્યા છે. અને હવે આ ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. હાલમાં કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરનાં ઘણા લોકોને માનસિક તણાવની સમસ્યા વધી ગઈ હતી, તેનું મુખ્ય કારણ છે કે કોરોનાનાં કારણે લોકડાઉનમાં લોકૉ એકલા પડી ગયા હતા. એવામાં આ ટ્રેન્ડ દુનિયાભરમાં ખૂબ વધ્યો છે.
વર્ષ 2007માં એક સ્ટડી સામે આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે ગાયની ગરદન અને પીઠમાં એવા ખાસ નરમ હિસ્સા પર વ્હાલ કરવામાં આવે તો ગાયને આરામ મળે છે અને તે આપણા પ્રત્યે સારી લાગણી અનુભવે છે. ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે કે ઘણા લોકો દૂધ દોહતા પહેલા ગાયને આ રીતે જ વ્હાલ કરે છે. આવું કરવાથી વ્યક્તિના શરીરમાં પણ એક સકારાત્મક ઉર્જા આવી જાય છે અને તણાવ ઓછો કરવા માટેના હોર્મોમ શરીરમાં પેદા થાય છે.