કોરોના આફતઃ અમેરિકામાં એક જ દિવસમાં 1330 લોકોના મોત
કોરોના આફતઃ અમેરિકામાં એક જ દિવસમાં 1330 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

દુનિયાભરમાં કોરોનાની સૌથી ખતરનાક માર સહન કરવી રહેલ અમેરિકામાં પાછલા 24 કલાકમાં કોવિડ 19થી 1330 દર્દીના મોત થયા છે. આ આંકડો જૉન હૉપકિંસ યૂનિવર્સિટી ટેલી દ્વાર જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે અમેરિકા બીજા દેશોની સાથે મળી કામ કરી રહ્યું છે. પરંતુ આ વાયરસ ક્યાંથી આવ્યો તે સમજવાની જવાબદારી ચીનની છે, જણાવી દઈએ કે કોરોના સંક્રમિત રોગીઓ અને તેનાથી મોતના મામલે અમેરિકા અન્ય બધા દેશોથી આગળ છે. તેણે સ્પેન અને ઈટલીને પાછળ છોડી દીધા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડબલ્યૂએચઓએ શનિવારે કહ્યું હતું કે એવું કોઈ સબુત કે સ્ટડી નથી જે સાબિત કરે કે સંક્રમણથી ઠીક થઈ ચૂકેલ વ્યક્તિને બીજીવાર સંક્રમણ નહિ થાય. ડબલ્યૂએચઓએ આ વાત પ્રચલિત થઈ રહી તે થિયરીને લઈ કહી હતી, જેમા કહેવામાં આવી રહ્યું હતું કે જે લોકો એકવાર કોરોનાથી ઠીક થઈ ગયા છે, તેના શરીરે તેની સામે લડવાની પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લીધી છે, તે સુરક્ષિત છે અને બીજીવાર તેનામાં સંક્રમણ થવાની સંભાવના નથી. ડબલ્યૂએચઓએ આ વિશે એક ટ્વીટ કર્યું હતું કે આવા લોકોને જોખમ મુક્ત ના કહી શકાય.