પાકીસ્તાનની નફફટાઇનો વિડીયો : ભારતીય પાયલટ સાથે અમાનવીય વર્તન

અટલ સમાચાર,ડેસ્ક બુધવારે પાકીસ્તાને કાયરતાપુર્વક ભારતમાં હુમલો કરવાની નિષ્ફળ કોશિષ કરી હતી. પરંતુ ભારતીય સેનાની વળતી કાર્યવાહીથી પાકીસ્તાનનું એક વિમાન ફુંકી મરાયુ હતુ. જયારે ભારતનું મિગ વિમાનના પાયલોટ અભિનંદન લાપતા બન્યા હતા. ભારતીય પાયલટ અભિનંદન શરૂઆતમાં સંપુર્ણ સ્વસ્થ જણાઇ રહયા છે. તેમના ચહેરા ઉપર કોઇ ઇજા જણાતી નથી. પરંતુ નફફટ પાકીસ્તાનીઓ ઘ્વારા મુઢ માર મરાતો
 
પાકીસ્તાનની નફફટાઇનો વિડીયો : ભારતીય પાયલટ સાથે અમાનવીય વર્તન

અટલ સમાચાર,ડેસ્ક

બુધવારે પાકીસ્તાને કાયરતાપુર્વક ભારતમાં હુમલો કરવાની નિષ્ફળ કોશિષ કરી હતી. પરંતુ ભારતીય સેનાની વળતી કાર્યવાહીથી પાકીસ્તાનનું એક વિમાન ફુંકી મરાયુ હતુ. જયારે ભારતનું મિગ વિમાનના પાયલોટ અભિનંદન લાપતા બન્યા હતા. ભારતીય પાયલટ અભિનંદન શરૂઆતમાં સંપુર્ણ સ્વસ્થ જણાઇ રહયા છે. તેમના ચહેરા ઉપર કોઇ ઇજા જણાતી નથી. પરંતુ નફફટ પાકીસ્તાનીઓ ઘ્વારા મુઢ માર મરાતો હોવાનો સ્પષ્ટ દેખાઇ આવે છે. જયાર બાદ તેેમના ચહેરો લોહીલુહાણ જોવા મળી રહયો છે.

મહત્વનું છે કે પાકીસ્તાન ઘ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ કે, ભારતીય પાયલટ તેમની પાસે છે અને તેની સાથે સારૂ વર્તન કરવામાં આવી રહયુ છે. ભારત કે પાકિસ્તાને સત્તાવાર રીતે પાયલોટની ઓળખાણ કે નામ જાહેર કર્યું નથી. પરંતુ શોશ્યલ મિડીયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે  બુધવારે આશરે 5:13 વાગ્યે Daily Ausaf નામના પાકીસ્તાની ફેસબુક પેજ પરથી એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય પાઇલટ અભિનંદન છે તેમ જણાવે છે, જેની સાથે પાકિસ્તાનમાં અમાનવિય વર્તન થતુ હોવાનું નજરે પડે છે. જેમાં ઇન્ટરનેશનલ નિયમોને નેવે મુકી પાકીસ્તાને કાયરતાભર્યુ પગલું ભર્યુ છે. ઉપરોકત વિડીયોમાં કેટલી સત્યતાની પુષ્ટી અટલ સમાચાર.કોમ નથી કરતુ. પરંતુ જો ખરેખર આ વિડીયો સાચો છે તો પાકીસ્તાનની કાયરાના હરકતનો મજબુત પુરાવો છે.