ગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકાની જાણીતી પત્રિકા ટાઇમે દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન આપ્યું છે. પીએમ મોદીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સામેલ ભારતીય લોકોમાં બૉલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના, ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ, એચઆઇવી પર રિસર્ચ કરનારા રવિંદર ગુપ્તા અને શાહીન બાગ ધરણામાં સામેલ બિલ્કિસનું નામ
 
ગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકાની જાણીતી પત્રિકા ટાઇમે દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન આપ્યું છે. પીએમ મોદીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સામેલ ભારતીય લોકોમાં બૉલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના, ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ, એચઆઇવી પર રિસર્ચ કરનારા રવિંદર ગુપ્તા અને શાહીન બાગ ધરણામાં સામેલ બિલ્કિસનું નામ પણ સામેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

 

ટાઇમ મેગેઝીને આ પહેલા પોતાના એક આર્ટિકલમાં પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા. મેગેઝિને ‘મોદી હેઝ યૂનાઇટેડ ઈન્ડિયા લાઇક નો પ્રાઇમ મિનિસ્ટર ઇન ડેકેડ્સ’ એટલે કે ‘મોદીએ ભારતને આવી રીતે એકજૂથ કર્યા છે જે દશકોમાં કોઈ વડાપ્રધાને નથી કર્યા’, શીર્ષક હેઠળ મોટો આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો. આ આર્ટિકલને મનોજ લડવાએ લખ્યો છે જેઓએ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી ફોર પીએમ અભિયાન ચલાવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ટાઇમની આ યાદીમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, તાઇવાનની રાષ્ટ્રપ્રમુખ ત્સાઈ ઇંગ વેન, કમલા હેરિસ, જો બાઇડન, જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ સહિત દુનિયાભરના અનેક નેતા સામેલ છે.

આયુષ્માન આ વર્ષની યાદીમાં સામેલ થનારો એકમાત્ર ભારતીય એક્ટર છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગૌરવને પ્રાપ્ત કરવાની જાણકારી આપી. એક્ટરે લખ્યું કે, ટાઇમ મેગેઝિન દ્વારા જાહેર થયેલા વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ થઈને ગૌરવની અનુભૂતિ થઈ રહી છે. આયુષ્માનના પ્રશંસકો આ સન્માનથી ખૂબ ખુશ છે અને તેને અભિનંદન પાઠવી રહ્યા છે. બે કલાકમાં આયુષ્માનની આ પોસ્ટને અનેક લાખ લોકોએ લાઇક કરી છે. દીપિકા પાદુકોણે પણ આયુષ્માનના વખાણ કર્યા છે.

ગૌરવઃ વિશ્વમાં 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદી, આયુષ્માન ખુરાનાનું આવ્યું નામ
જાહેરાત