રીપોર્ટ@દેશ: ભાગેડુ વિજય માલ્યા કેસમાં કાનુની મુદ્દા બાકી હોઈ પ્રત્યાર્પણ અધ્ધરતાલ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક
સોમવારે, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ઈંગ્લેન્ડથી ભારત લાવ્યા પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યુ હતુ કે, આગળથી કાનૂની મુદ્દાઓ બાકી છે. ન્યાયાધીશ યુ.યુ. લલિતની અધ્યક્ષતા વાળી સુપ્રીમ કોર્ટની વિશેષ ખંડપીઠે આ અગાઉ કેન્દ્ર સરકારને યુનાઇટેડ કિંગડમમાં પેંડીંગ પ્રત્યાર્પણની પ્રક્રિયાની પ્રગતિ અંગેનો સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા નિર્દેશ કર્યો હતો. આજે સોલિસિટર-જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે યુકે સરકારે વિદેશ મંત્રાલયને જાણ કરી છે કે તેઓ આ કેસના મહત્વથી માહીતગાર છે, પરંતુ, કાનૂની ગૂંચવણો પ્રત્યાર્પણને અટકાવી રહી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. રાજકીય સ્તરથી લઈને વહીવટી કક્ષા સુધીના મામલાને ઉચ્ચ સ્તરે વારંવાર જોવામાં આવી રહ્યા છે એવુ સોલીસીટર જનરલે કોર્ટમા કહ્યુ હતુ. ખંડપીઠે આ કેસ 15 માર્ચ સુધી મુલતવી રાખ્યો છે.
અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે કેસ દાખલ કર્યો હતો.કોર્ટે કેન્દ્ર સરકારને યુનાઇટેડ કિંગડમમાં બાકી રહેલા પ્રત્યાર્પણની પ્રક્રિયાની પ્રગતિ અંગે છ અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા જણાવ્યું હતું.
ઈંગ્લેન્ડમાં પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહેલા માલ્યાને 9 મે, 2017 ના રોજ અદાલતના આદેશની કોર્ટની અવમાનના હેઠળ દોષી જાહેર કરાયો હતો. જેમાં તેને કોર્ટના આદેશ હોવા છતા પણ તેના સંતાનોને પૈસા ટ્રાન્ફર કર્યા હતા.
અગાઉ ન્યાયાધીશ લલિત અને અશોક ભૂષણની ખંડપીઠે માલ્યા સામેના અવમાનના કેસની સુનાવણી જાન્યુઆરી 2021 ના ત્રીજા અઠવાડિયા સુધી મુલતવી રાખી હતી. 31 ઓગસ્ટ 2020 ના રોજ સુપ્રીમ કોર્ટે ભાગેડુ દારૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાની ઉપસ્થીતી માટે ગૃહ મંત્રાલય આદેશ કરી જણાવ્યુ હતુ કે, માલ્યાની 5મી ઓક્ટોમ્બર સુધી હાજરી સુનીશ્વીત કરવામાં આવે. બાદમાં 5 મી ઓક્ટોમ્બરે કોર્ટમાં કેન્દ્ર સરકારે જવાબ આપ્યો હતો કે, ભાગેડુ વિજય માલ્યાને દેશમાં પરત લાવવા પ્રક્રીયા ચાલી રહી છે.