ગંભીર@દેશ: ઈઝરાયલ દુતાવાસ પાસે ધડાકો, બન્ને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શુક્રવારે દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક નાનો ધડાકો થયો હતો. દિલ્હી પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે કહ્યું છે કે આ બ્લાસ્ટમાં કેટલીક કારોને નુકસાન થયું છે, જેમાં કોઈને ઈજા થઈ નથી. આ દરમ્યાન, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સે કહ્યું છે કે આ ધડાકાને ધ્યાનમાં રાખીને તમામ ઐરપોર્ટ, મહત્વપૂર્ણ સ્થળો અને સરકારી ઇમારતોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, તેમજ સુરક્ષા પગલાં પણ વધારવામાં આવ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે, ઇઝરાઇલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટ અંગે ઇઝરાઇલના વિદેશ પ્રધાન સાથે હમણાં જ વાત કરી.” અમે તેને ખૂબ ગંભીરતાથી લીધું છે. તેઓને દૂતાવાસ અને ઇઝરાઇલી રાજદ્વારીઓની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને ગુનેગારોને શોધવાનો કોઈ પ્રયાસ છોડી દેવામાં આવશે નહીં. ઘટના બાદ દિલ્હી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી તૂટેલો કાચ સ્થળ પર મળી આવ્યો હતો. આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે.
Spoke just now to Israeli FM @Gabi_Ashkenazi about the explosion outside the Israeli Embassy. We take this very seriously. Assured him of the fullest protection for the Embassy and Israeli diplomats. Matter is under investigation and no effort will be spared to find the culprits.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 29, 2021
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઘટનાને તુરંત બાદ ફાયર બ્રિગેડ અને ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહ્યા છે. પોલીસની અનેક ટીમો ઘટના સ્થળે મોકલવામાં આવી છે. જેમાં બ્લાસ્ટમાં વપરાયેલી સામગ્રીની હજુ જાણકારી મળી નથી. ફાયર વિભાગને આ મામલે સાંજે 5.11 વાગ્યે ફોન કરવામાં આવ્યો હતો. પોલીસ આ વિસ્તારનો સીસીટીવી ફુટેજ પણ શોધી રહી છે.