રમત-ગમત: ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર T20 વર્લ્ડકપ જીત્યો, ન્યૂઝીલેન્ડનું સ્વપ્ન રોળાયું

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને દેશની ટીમોએ સેમીફાઇનલના મેચ 5-5 વિકેટથી જીત્યા છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે બંને સેમિફાઇનલમાં 9-9 વિકેટ પડી હતી,
 
file photo
કેપ્ટન વિલિયમસનની કેપ્ટન ઇનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે 172 રન 20 ઓવરમાં હાસલ કર્યા હતા.

અટલ સમાચાર, ડેસ્ક

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાલે ટી-20 વર્લ્ડકપની ફાઇનલનો જંગ ખેલાયો હતો. સ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી છે જેમાં ન્યૂઝીલેન્ડે 172 રન બનાવ્યા હતા. કેપ્ટન વિલિયમસનની કેપ્ટન ઇનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે 172 રન 20 ઓવરમાં હાસલ કર્યા હતા. જેના પ્રત્યુતરમાં ઓસ્ટ્રેલિયાએ  8 વિકેટના નુકસાને રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી તરફથી ડેવિડ વોર્નર અને  મીચેલ  માર્શે લડાયક ઈનિંગ રમી હતી. આ મુકાબલા માટે   બંને ટીમ જીત માટે દાવેદાર માનવામાં આવી રહી હતી. જોકે, અત્યારસુધીમાં એકવાર પણ ટી-20 વર્લ્ડકપ ન જીતેલી ઓસ્ટ્રેલિયાએ ઈતિહાસ રચી દીધો હતો. ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનને હરાવીને તો ન્યૂઝીલેન્ડ ઇન્ગલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું. જોકે, રેકોર્ડ જોવા જઈએ તો આજની મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થાય તેવું દેખીતી રીતે લાગતું હતું. ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા વધુ જીત મેળવી ચુક્યું છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અત્યારસુધીમાં 14 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યા છે.આ મેચમાંથી 14 પૈકીની 9 મેચ ઓસ્ટ્રેલિયા જીત્યું છે જ્યારે 5 ન્યૂઝીલેન્ડ જીત્યું છે. આ બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી 5 ટી-20 મેચમાંથી ઓસ્ટ્રેલિયા 2 જીત્યુ છે જ્યારે ન્યૂઝીલેન્ડ 3 જીત્યું છે. જ્યારે વર્લ્ડકપમાં રમાયેલી એક મેચ પૈકીની ન્યૂઝીલેન્ડ એક મેચ જીત્યું છે. પહેલી બેટિંગના રેકોર્ડ ચકાસતા જાણવા મળે છે કે ઓસ્ટ્રેલિયા પહેલી બેટિંગ કરતા 5 અને ન્યૂઝીલેન્ડ 4 મેચ જીત્યુ છે પરંતુ જો બેટિંગ કરવાનો બીજો વારો આવે તો ઓસ્ટ્રેલિયા 4 અને ન્યૂઝીલેન્ડ 1 જ મેચ જીતી શક્યું છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને દેશની ટીમોએ સેમીફાઇનલના મેચ 5-5 વિકેટથી જીત્યા છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે બંને સેમિફાઇનલમાં 9-9 વિકેટ પડી હતી, એટલે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંનેના બોલર્સે સેમીફાઇનલમાં એક સરખી 4-4 વિકેટ ઝડપી હતી. આ બંને ટીમોએ સેમીફાઇનલમાં 160થી વધુના લક્ષ્યની પીછો કરીને મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનના 176 રનના સ્કોરને ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી લીધો, જ્યારે ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડે આપેલી 167 રનના લક્ષ્યને પ્રાપ્ત કર્યુ