દુર્ઘટના@આંતરરાષ્ટ્રીય: મધદરીયે જહાજના બે ટુકડા, તમામ ક્રુ મેમ્બરને બચાવાયા, જુઓ વીડિયો
દુર્ઘટના@આંતરરાષ્ટ્રીય: મધદરીયે જહાજના બે ટુકડા, તમામ ક્રુ મેમ્બરને બચાવાયા, જુઓ વીડિયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તરી જાપાનના સમુદ્રમાં એક માલવાહક જહાજ તટિય માટી સાથે અથડાઈને બે ટુકડા થઈ ગયા હતા. જોકે આ પનામા ફ્લેગ્ડ સિપના તમામ ક્રુ મેમ્બરને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ક્રિમસન પોલારિસ નામના આ જહાજનો આગળનો ભાગ અને પાછળનો ભાગ તૂટીને અલગ થઈ ગયો છે અને આ તૂટેલા જહાજનું એરિયલ વ્યૂવાળો વીડિયો સામે આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક કોસ્ટગાર્ડે જણાવ્યુ હતું કે, જહાજ તૂટી જવાથી તેનું ઈંધણ ફેલાતા 24 કિલોમીટર એટલે કે 15 માઈલ સુધી ફેલાયુ હતું. જો કે, તેનાથી પર્યાવરણને કેટલુ નુકસાન થશે, તેના વિશે સચોટ અંદાજ લગાવ્યો નથી. 39 હજાર ટન વજન ધરાવતુ આ જહાજ લાકડાની ચિપ્સ લઈ જઈ રહ્યુ હતું. બુધવારે સવારે હચિનોહે બંદર નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. કહેવાય છે કે, તટ પાસે સમુદ્રના પાણીમાં યોગ્ય ઉંડાઈ ન હોવાના કારણે તેમાં ફસાઈ ગયું.

સમગ્ર મામલે એક પ્રવક્તાએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતું કે, ક્રિમસન પોલારિસ હચિનોહે પોર્ટ પાસે આઓમારીમાં તે તૂટ્યૂ. તેના તમામ 21 ક્રુ મેમ્બરને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જે ચીન અને ફિલીપીંસના હતાં. જાપાનના ઉત્તર પૂર્વિય તટના બંદર પર જહાજ ફસાવા અને તૂટવાની ખબર મળતા જ 3 નાવ અને 3 વિમાન રવાના કરી દેવામાં આવ્યા હતા. અધિકારીએ તેલને ફેલાતુ રોકવાની કોશિશ કરી રહ્યા છે. તો વળી જહાજના બંને ટુકડા એકબીજા સાથે અથડાઈ નહીં તેના માટે આખી રાત હોડીએ તૈનાત કરશે.