અપડેટ@વર્લ્ડ: ઈઝરાયલે કહ્યું- પૂર્વ સુપ્રીમ લીડર ખામેનીનું પ્લેન તબાહ કર્યું, જાણો વધુ વિગતવાર

સેનાનું કહેવું છે કે આ વિમાનનો ઉપયોગ સૈન્ય ખરીદી અને સહયોગી દેશો સાથે સંપર્ક જાળવી રાખવા માટે કરવામાં આવતો હતો.
 
અપડેટ@વર્લ્ડ: ઈઝરાયલે કહ્યું- પૂર્વ સુપ્રીમ લીડર ખામેનીનું પ્લેન તબાહ કર્યું, જાણો વધુ વિગતવાર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે.અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 17મો દિવસ છે. ઈઝરાયલી વાયુસેનાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનની રાજધાની તેહરાનના મેહરાબાદ એરપોર્ટ પર એરસ્ટ્રાઈક કરીને એક વિમાનને તબાહ કરી દીધું છે.

ઈઝરાયલના મતે આ વિમાન ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેની અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના ઉપયોગમાં હતું. સેનાનું કહેવું છે કે આ વિમાનનો ઉપયોગ સૈન્ય ખરીદી અને સહયોગી દેશો સાથે સંપર્ક જાળવી રાખવા માટે કરવામાં આવતો હતો.

આ દરમિયાન, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ એક કેફેમાં કોફી ઓર્ડર કરતા જોવા મળે છે.

X ના AI ચેટબોટ ગ્રોકે એક યુઝરના સવાલ પર આ વીડિયોને AI દ્વારા બનાવવામાં આવેલો ‘ડીપફેક’ ગણાવ્યો હતો. સોશિયલ મીડિયા પર નેતન્યાહૂના મોતની અફવાઓ ફેલાઈ રહી હતી, ત્યારબાદ નેતન્યાહૂએ પોતાના એકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો હતો.

ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે કહ્યું છે કે નેતન્યાહૂ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના મૃત્યુના સમાચાર ખોટા છે.