અપડેટ@વર્લ્ડ: નેતન્યાહુએ કહ્યું- ઈરાની ગેસ ફિલ્ડ પર હુમલો અમે જ કર્યો, અમેરિકા સામેલ નહોતું., જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા-ઇઝરાયલઅને ઈરાન વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે.મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઇરાનના સાઉથ પારસ ગેસ ફિલ્ડ સાથે સંકળાયેલા પ્રોસેસિંગ પ્લાન્ટ પરનો હુમલો ઇઝરાયલે એકલા હાથે કર્યો હતો અને તેમાં અમેરિકા સામેલ નહોતું.
નેતન્યાહુએ ગુરુવારે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને આવા હુમલાઓ હાલ પૂરતા રોકવા કહ્યું છે અને ઇઝરાયલ તેનું પાલન કરી રહ્યું છે. નેતન્યાહુએ કહ્યું, “ટ્રમ્પે અમને ભવિષ્યમાં આવા હુમલા રોકવા કહ્યું અને અમે હાલ પૂરતા રોકાયેલા છીએ.”
યુદ્ધ વચ્ચે ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ કહ્યું છે કે તેણે અમેરિકી F-35 ફાઇટર જેટ પર હુમલો કરીને તેને નુકસાન પહોંચાડ્યું. IRGC એ આ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં જેટને નિશાન બનાવતા દર્શાવવામાં આવ્યું છે. જોકે, આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી.
F-35 દુનિયાના સૌથી એડવાન્સ લડાકુ વિમાનોમાં ગણાય છે અને તેની કિંમત 100 મિલિયન ડોલરથી વધુ હોય છે.

