અપડેટ@વર્લ્ડ: 5.9ની તીવ્રતાના ભૂકંપથી અફઘાનિસ્તાનમાં 8 લોકોના મોત નીપજ્યા, જાણો વધુ વિગતે
દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
Apr 4, 2026, 08:53 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદુકુશ હતું. અફઘાન-તાજિકિસ્તાન સરહદ પર આવેલા ભૂકંપથી ઓછામાં ઓછા 8 લોકોનાં મોત થયા છે.
અફઘાનિસ્તાનના કાબુલમાં શુક્રવારે મોડી સાંજે ભૂકંપથી 8 લોકોના મોત થયા છે, જ્યારે એક બાળકને ઈજા થઈ છે. 5.9ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા, જોકે પાકિસ્તાનમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
પાકિસ્તાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપ રાત્રે 9:13 વાગ્યે નોંધાયો હતો. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં હતું અને ઊંડાઈ જમીનથી 190 કિલોમીટર અંદર હતી. ભૂકંપના આંચકા ખૈબર પખ્તુનખ્વા, ઈસ્લામાબાદ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પંજાબના કેટલાક ભાગોમાં અનુભવાયા હતા.

