અપડેટ@વર્લ્ડ: ઈરાને દાવો કર્યો અમેરિકી F-16 ફાઇટર જેટને નિશાન બનાવ્યું
અમેરિકા તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
Mar 29, 2026, 07:51 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઈરાને દાવો કર્યો છે કે તેમણે એક અમેરિકી F-16 ફાઇટર જેટને નિશાન બનાવ્યું છે. આ ઘટના ફાર્સ પ્રાંત નજીક બની હોવાનું કહેવાય છે, જોકે, આ દાવાની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી અને અમેરિકા તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઈરાને ગઈકાલે UAE પર 20 બેલિસ્ટિક મિસાઈલ અને 37 ડ્રોનથી હુમલો કર્યો. UAEના સંરક્ષણ મંત્રાલય અનુસાર, તમામ હુમલાઓને એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ રોકી દીધા, જેનાથી મોટું નુકસાન ટળી ગયું.
આ દરમિયાન ઈરાને એવો પણ દાવો કર્યો છે કે આ યુદ્ધમાં અત્યાર સુધી તેના દેશમાં 93 હજારથી વધુ ઘર અને અન્ય નાગરિક ઠેકાણાં ક્ષતિગ્રસ્ત થયા છે. આ માહિતી ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીએ આપી છે. રિપોર્ટ અનુસાર, તેમાં હજારો ઘરો, દુકાનો, શાળાઓ અને હોસ્પિટલોનો સમાવેશ થાય છે.

