અપડેટ@વર્લ્ડ: પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી, 400નાં મોત, 250 ઘાયલ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાકિસ્તાને ગઈકાલે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ રાજધાની કાબુલના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે. આમાં 400 લોકોનાં મોત થયા છે, જ્યારે 250થી વધુ ઘાયલ થયા છે.
રિપોર્ટ્સ અનુસાર, દારુલઅમાન, અરજાન કીમત, ખૈરખાના અને કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસના ઘણા સ્થળોએ ધમાકા અને ગોળીબારના અવાજો સંભળાયા હતા.
તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ કાબુલમાં એક નશા મુક્તિ હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા.
તાલિબાને આ હુમલાની સખત નિંદા કરતા તેને માનવતા વિરુદ્ધનો અપરાધ ગણાવ્યો છે.અને કહ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે.
જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી.

