મુલાકાત@દિલ્લી: AAP ના સુપ્રીમોને મળ્યા ગુજરાત અધ્યક્ષ, આગામી ચુંટણી પર વિસ્તૃત ચર્ચા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં સ્થાનિક ચુંટણીની તારીખો જાહેર થઈ છે. જેને લઈ રાજ્યની બન્ને મુખ્ય પાર્ટીઓ પોતાનો જીતનો દાવો કરી રહી છે. એવામાં આમ આદમી પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા તમામ બેઠકો ઉપર ચુંટણી લડવાની જાહેરાત કરાઈ છે. ચુંટણી પહેલા આપ પાર્ટીએ યુવા જોડો અભિયાન ચલાવી અનેક કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડ્યા હતાં. આ
 
મુલાકાત@દિલ્લી: AAP ના સુપ્રીમોને મળ્યા ગુજરાત અધ્યક્ષ, આગામી ચુંટણી પર વિસ્તૃત ચર્ચા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં સ્થાનિક ચુંટણીની તારીખો જાહેર થઈ છે. જેને લઈ રાજ્યની બન્ને મુખ્ય પાર્ટીઓ પોતાનો જીતનો દાવો કરી રહી છે. એવામાં આમ આદમી પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા તમામ બેઠકો ઉપર ચુંટણી લડવાની જાહેરાત કરાઈ છે. ચુંટણી પહેલા આપ પાર્ટીએ યુવા જોડો અભિયાન ચલાવી અનેક કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડ્યા હતાં. આ દરમ્યાન ગઈ કાલે રાજ્યમાં ચુંટણી લક્ષી તથા સંગઠન લેવલની મંત્રણા કરવા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને દિલ્લી બોલ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં આમ આદમી પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને પાર્ટીના સુપ્રીમોનુ તેડુ આવતા તેઓ પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયા સાથે દિલ્લી ખાતે પહોંચ્યાં હતા. જ્યાં તેમને અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને સ્થાનિક સ્વરાજની ચુંટણી અંગે વિસ્તૃત મંત્રાણા કરી હતી. જેમાં તેમની સાથેની મીટીંગમાં ગુજરાતના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયા પણ હાજર રહ્યા હતા.

મુલાકાત@દિલ્લી: AAP ના સુપ્રીમોને મળ્યા ગુજરાત અધ્યક્ષ, આગામી ચુંટણી પર વિસ્તૃત ચર્ચા

આગામી ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ યોજાવા જઈ રહી છે. એવામાં ભાજપે ચુંટણી અગાઉ પેજ પ્રમુખ અભિયાન, કોંગ્રેસે મહા જનસંપર્ક અભિયાન તથા આમ આદમી પાર્ટીએ યુવા જોડો અભિયાન ચલાવ્યુ હતુ. જેમાં ત્રણે પાર્ટીનો દાવો છે, કે આ આભિયાન દ્વારા અનેક નવા કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડી પાર્ટીને વધુ મજબુત કરાઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પાસે પોતે કરેલાં સંઘર્ષ કે કામોનુ કોઈ રીપોર્ટ કાર્ડ નથી. તેઓ વારંવાર માત્ર દિલ્લીની રાજ્ય સરકારે કરેલા કામોનો હવાલો આપતા જોવા મળે છે.