મુલાકાત@ગુજરાત: હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાઈન ભૂતકાળ બનાવો: અમિત શાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહે, કોરોના મહામારી સામેની લડાઈમાં જોડાયેલા ગુજરાતના સનદી અધિકારીઓના કલાસ લીધા હતા. ગુજરાતમાં તમામ પ્રકારની સુવિધા હોવા છતા અસુવિધા હોવાનુ ચિત્ર કેમ ઉપસી રહ્યુ છે તેવો સવાલ કર્યો હતો. યોગ્ય આયોજનના અભાવે જ આ પરીસ્થિતિ સર્જાઈ હોવાનુ કહીને, અમિત શાહે અધિકારીઓને કેટલાક સુચનો પણ
 
મુલાકાત@ગુજરાત: હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાઈન ભૂતકાળ બનાવો: અમિત શાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહે, કોરોના મહામારી સામેની લડાઈમાં જોડાયેલા ગુજરાતના સનદી અધિકારીઓના કલાસ લીધા હતા. ગુજરાતમાં તમામ પ્રકારની સુવિધા હોવા છતા અસુવિધા હોવાનુ ચિત્ર કેમ ઉપસી રહ્યુ છે તેવો સવાલ કર્યો હતો. યોગ્ય આયોજનના અભાવે જ આ પરીસ્થિતિ સર્જાઈ હોવાનુ કહીને, અમિત શાહે અધિકારીઓને કેટલાક સુચનો પણ કર્યા હોવાનુ સૂત્રો જણાવી રહ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન હોલમાં DRDO દ્વારા બનાવાયેલી 900 બેડની હંગામી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યુ હતુ. આ હોસ્પિટલના નિરિક્ષણ બાદ, અમિત શાહે ગુજરાતના ઉચ્ચ સનદી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમા કોરોનાની વર્તમાન પરીસ્થિતિનો સમગ્ર ચિતાર મેળવ્યો હતો. ગૃહપ્રધાન અમિત શાહે અધિકારીઓને ગુજરાતની વિવિધ હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાઈન કેમ લાગે છે તેવો સવાલ કરીને દર્દીને દાખલ કરવા માટે જરૂરી જે કોઈ કાર્યવાહી હાથ ધરાય છે તેમાં ઝડપ લાવવા ટકોર કરી હતી. દર્દીને દાખલ કરવા માટેની પ્રોસીજરમાં ઝડપ લાવવા, જરૂર પડે વધારાની વ્યવસ્થા પણ ઊભી કરવા તાકીદ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે અત્યાર સુધી હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની જે લાઈનો લાગી છે તે ભૂતકાળ બની જવો જોઈએ.