મુલાકાત@કલ્યાણાઃ જર્જરિત બસસ્ટેન્ડ અંગે પાલનપુર એસ.ટી.ની બાંધકામશાખાએ કર્યો સર્વે

અટલ સમાચાર, સિદ્ધપુર સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામનું બસસ્ટેન્ડ પડી જવાની કગાર પર આવી ગયું છે. ગ્રામ પંચાયતે વહેલી તકે સુઝબુઝ વાપરી પાલનપુર એસ.ટી. ડિવિઝનને જાણકારી આપી હતી. જેથી ડિવિઝનની બાંધકામ શાખાના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી હતી. પંચાયત અને ગ્રામજનોએ નવીન બસસ્ટેન્ડ માટે રજૂઆત કરી હતી. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો પાટણ જિલ્લાના સિદ્ધપુર
 
મુલાકાત@કલ્યાણાઃ જર્જરિત બસસ્ટેન્ડ અંગે પાલનપુર એસ.ટી.ની બાંધકામશાખાએ કર્યો સર્વે

અટલ સમાચાર, સિદ્ધપુર

સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામનું બસસ્ટેન્ડ પડી જવાની કગાર પર આવી ગયું છે. ગ્રામ પંચાયતે વહેલી તકે સુઝબુઝ વાપરી પાલનપુર એસ.ટી. ડિવિઝનને જાણકારી આપી હતી. જેથી ડિવિઝનની બાંધકામ શાખાના અધિકારીઓએ ગામની મુલાકાત લીધી હતી. પંચાયત અને ગ્રામજનોએ નવીન બસસ્ટેન્ડ માટે રજૂઆત કરી હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા કલ્યાણા ગામમાં વર્ષ ૧૯૭૬માં બસ સ્ટેન્ડ નિર્માણ કરાયું હતું. જે હાલમાં જર્જરિત હાલતમાં હોવાના કારણે ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર ડિવિઝનને જાણકારી આપી હતી. 43 વર્ષ જૂનું બસસ્ટેન્ડ પડી જવાની કગારે પર હોઈ અગમચેતીરૂપે જાનહાની નિવારવા પાલનપુરની બાંધકામ શાખાના અધિકારી પીપરાણી અને ચાવડા દ્વારા સર્વે કર્યો હતો. પંચાયત અને ગ્રામજનોએ અધિકારીઓને નવીન બસસ્ટેશન બનાવવા રજૂઆત કરી હતી. જેમાં ઉપસરપંચ ભુપેન્દ્રસિંહ વાઘેલા સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.