રજૂઆત: ગુજરાતી ફિલ્મોને નિયમ બહાર 4 કરોડ વધુ ચુકવાયા ? ધાનાણીનો પત્ર

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાતી ફિલ્મોની સબસીડી મામલે નવો વિવાદ સામે આવ્યો છે. ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં મોટા ગોટાળા થયાં છે. રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા 18 જેટલી ફિલ્મોને નિયમ વિરૂદ્ધ સબસીડી આપવામાં આવી છે. આ મુદ્દો વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઉછળે તેવી સંભાવના છે. ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં કરોડો
 
રજૂઆત: ગુજરાતી ફિલ્મોને નિયમ બહાર 4 કરોડ વધુ ચુકવાયા ? ધાનાણીનો પત્ર

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાતી ફિલ્મોની સબસીડી મામલે નવો વિવાદ સામે આવ્યો છે. ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં મોટા ગોટાળા થયાં છે. રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા 18 જેટલી ફિલ્મોને નિયમ વિરૂદ્ધ સબસીડી આપવામાં આવી છે. આ મુદ્દો વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઉછળે તેવી સંભાવના છે. ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં કરોડો રૂપિયાની ગેરરીતિ થઇ હોવાની વિગતો રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ બહાર આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતી ફિલ્મોને 4 કરોડ સબસીડી વધુ ચુકવાઇ હોવાને લઇ આ કથિત નાણાંકિય ગેરરીતિ અંગે તપાસની માંગણી કરી કસૂરવારો સામે પગલાં લેવા સરકારને અપીલ કરી છે. ગુજરાતી ફિલ્મોના લેખક અને નિર્માતા મનોજ પટેલે કરેલી આરટીઆઇની એક અરજીના જવાબમાં સરકારી વિભાગે કબૂલ કર્યું છે કે, નિયમ બહાર જઇને કેટલીક ગુજરાતી ફિલ્મોને સબસીડી ચૂકવવામાં આવી છે. તેમણે આરોપ મૂક્યો છે કે, એવી ફિલ્મોને 10 થી 40 લાખ રૂપિયાની સબસીડી ચૂકવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે 2016 થી 2018માં જે ફિલ્મો રિલીઝ થઇ હતી તે ફિલ્મોને 8મી માર્ચ 2019ની નવી નીતિ પ્રમાણે લાભ મેળવ્યો હતો જે નિયમ વિરૂદ્ધ છે. સામાન્ય રીતે ફિલ્મ રજૂ થયાના એક વર્ષમાં સબસીડી માટે એપ્લાય કરવાનું હોય છે.

રજૂઆત: ગુજરાતી ફિલ્મોને નિયમ બહાર 4 કરોડ વધુ ચુકવાયા ? ધાનાણીનો પત્ર

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જે 18 ફિલ્મોને નિયમ બહાર જઇને સબસીડી આપવામાં આવી છે તે પૈકી છ ગુજરાતી ફિલ્મો એવી છે કે, જેમાં ફિલ્મોની સબસીડી મંજૂરી કરતી માઇક્રો લેવલ કમિટીના સભ્યોની જોવામાં આવી છે. પરેશ ધાનાનીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી આ ફિલ્મોને અપાયેલી નિયમ બહારની સબસીડી વસૂલ કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માગણી કરી છે.