રજૂઆત@દિયોદર: સુજલામ-સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરાવવા ખેડૂતો મેદાને

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધુ એકનો ઉમેરો થયો છે. દિયોદર પંથકમાંથી પસાર થતી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી બંધ થવાથી સિંચાઇના પણીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ કેનાલમાં છેલ્લા બે વર્ષ સુધી રીપેરીંગ કરવાના નામે પાણી આવેલ ન હતું. પરંતુ કેનાલ રીપેરીંગ થઇ ગયા બાદ લોકડાઉનના કારણે સબંધિત
 
રજૂઆત@દિયોદર: સુજલામ-સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરાવવા ખેડૂતો મેદાને

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધુ એકનો ઉમેરો થયો છે. દિયોદર પંથકમાંથી પસાર થતી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી બંધ થવાથી સિંચાઇના પણીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ કેનાલમાં છેલ્લા બે વર્ષ સુધી રીપેરીંગ કરવાના નામે પાણી આવેલ ન હતું. પરંતુ કેનાલ રીપેરીંગ થઇ ગયા બાદ લોકડાઉનના કારણે સબંધિત વિભાગ દ્રારા પાણી બંધ કરવામાં આવ્યુ હતુ. જેને લઇ પંથકના ખેડૂતો દ્રારા કૃષિમંત્રીને પત્ર લખી સતત પાણી ચાલુ રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર પંથકના ખેડૂતોએ કૃષિમંત્રીને પત્ર લખી સિંચાઇના પાણી માટે માંગ કરી છે. કાંકરેજ, ડીસા, દિયોદર, લાખણી અને થરાદના ખેડૂતોએ કૃષિમંત્રીને પત્ર લખી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરી છે. સિંચાઇના પાણી માટે બનાવેલી કેનાલનો મુખ્ય ઉદ્દેશ સાઇડલાઇન થતો હોઇ ખેડૂતો રોષે ભરાયા છે. છેલ્લા બે વર્ષથી રીપેરીંગના બહાને પાણી નહિ છોડવામાં આવતાં ખેડૂતોએ બોરનો સહારો લેવો પડ્યો હતો. જોકે હવે લોકડાઉનમાં પણ પાણી બંધ હોવાની ખેડૂતોએ કૃષિમંત્રીને રજૂઆત કરી છે.