રજૂઆત@વાવ: લોકડાઉન પુર્ણ ન થાય ત્યાં સુધી કેનાલમાં સિંચાઇનું પાણી આપો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના વાયરસને લઇ લોકડાઉન વધારી દેવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠાની કેનાલોમાં સિંચાઇનું પાણી લોકડાઉન પુર્ણ ન થાય ત્યાં સુધી તેની સમયમર્યાદા વધારવા માંગ ઉઠી છે. વાવ ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી કેનાલો સિંચાઇના પાણીની સમયમર્યાદા વધારવા રજૂઆત કરી છે. નોંધનિય છે કે, આ અગાઉ પણ કેનાલમાં સિંચાઇની પાણીની
 
રજૂઆત@વાવ: લોકડાઉન પુર્ણ ન થાય ત્યાં સુધી કેનાલમાં સિંચાઇનું પાણી આપો

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસને લઇ લોકડાઉન વધારી દેવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠાની કેનાલોમાં સિંચાઇનું પાણી લોકડાઉન પુર્ણ ન થાય ત્યાં સુધી તેની સમયમર્યાદા વધારવા માંગ ઉઠી છે. વાવ ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી કેનાલો સિંચાઇના પાણીની સમયમર્યાદા વધારવા રજૂઆત કરી છે. નોંધનિય છે કે, આ અગાઉ પણ કેનાલમાં સિંચાઇની પાણીની સમય મર્યાદા 10 દિવસ વધારવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કેનાલમાં સિંચાઇના પાણીની સમયમર્યાદા લોકડાઉન પુર્ણ ન થાય ત્યાં સુધી વધારવા રજૂઆત કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, નર્મદા કેનાલનું પાણી સિંચાઇ અર્થે જીલ્લાના છેવાડાના વિસ્તારોમાં આપવામાં આવે છે. જે બાબતે રજૂઆત બાદ અગાઉ પણ સરકાર દ્રારા તેની સમયમર્યાદા 10 દિવસ વધારવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સિંચાઇના પાણી માટેની સમયમર્યાદાને લઇ વાવ ધારાસભ્ય મેદાને આવ્યા છે. ગેનીબેને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને પત્ર લખી કેનાલમાં પાણી છોડવાની સમયમર્યાદા વધારવા માંગ કરી છે. નોંધનિય છે કે, અગાઉન લોકડાઉન 14 એપ્રિલ સુધી હોવાથી સરકાર દ્રારા 10 દિવસની સમયમર્યાદા વધારવામાં આવી હતી. જોકે ફરી લોકડાઉન લંબાવાતા ખેડૂતો સિંચાઇના પાણીની સમયમર્યાદા વધારવા માંગ કરી રહ્યા છે.