તપાસ@બેચરાજી: વિવાદીત માર્ગની મંજૂરી સામે બે પંચાયતમાં વિરોધાભાસ

અટલ સમાચાર, મહેસાણા બેચરાજી તાલુકાની કમિટીએ ધારાસભ્ય દ્રારા સુચિત માર્ગની મંજૂરી આપ્યા બાદ અનેક સવાલો ઉભા થયા છે. એટીવીટીના ધારાધોરણ મુજબ નવિન માર્ગ હોવા કે ન હોવાને મુદ્દે મુંઝવણભરી સ્થિતિ ઉભી થતા મામલો સામે આવ્યો હતો. જેનો અટલ સમાચાર ડોટ કોમ દ્રારા અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તપાસની ગતિવિધિમાં વધુ એક આશંકા ઉભી થઇ છે. તલાટી
 
તપાસ@બેચરાજી: વિવાદીત માર્ગની મંજૂરી સામે બે પંચાયતમાં વિરોધાભાસ

અટલ સમાચાર, મહેસાણા

બેચરાજી તાલુકાની કમિટીએ ધારાસભ્ય દ્રારા સુચિત માર્ગની મંજૂરી આપ્યા બાદ અનેક સવાલો ઉભા થયા છે. એટીવીટીના ધારાધોરણ મુજબ નવિન માર્ગ હોવા કે ન હોવાને મુદ્દે મુંઝવણભરી સ્થિતિ ઉભી થતા મામલો સામે આવ્યો હતો. જેનો અટલ સમાચાર ડોટ કોમ દ્રારા અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તપાસની ગતિવિધિમાં વધુ એક આશંકા ઉભી થઇ છે. તલાટી પાસે ખુલાસો પુછવામાં આવ્યો હોવાનું ટીડીઓએ જણાવ્યુ હતુ. જોકે તલાટીને પુછતાં કોઇ જ ખુલાસો માંગ્યો ન હોવાનું જણાવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના બેચરાજી ગામે હાઇવે નજીક બની રહેલા નવિન બે બંગલોની સ્કિમ વચ્ચે માર્ગ બનાવવા ગતિવિધિ થઇ છે. વેદાંત બંગલોથી સદારામ બંગલો સુધીનો માર્ગ સરેરાશ 4 લાખના ખર્ચે તૈયાર કરવા ધારાસભ્યના સુચન બાદ એટીવીટી કમિટીએ મંજુરી આપી દીધી છે. જેમાં માર્ગની જગ્યાનું સ્થળ ખાનગી તેમજ જમીન ગૌચર કે પડતર હોવાના સવાલો ઉભા થયા હતા. આથી ગ્રામ પંચાયતથી માંડી તાલુકા અને જીલ્લા આયોજન વચ્ચે પુછપરછ શરૂ કરવામાં આવી છે.

તપાસ@બેચરાજી: વિવાદીત માર્ગની મંજૂરી સામે બે પંચાયતમાં વિરોધાભાસ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રોડની મંજૂરી પહેલા ધારાધોરણની ખાત્રી કરવા માટે થયેલી ગતિવિધિ પણ શંકાસ્પદ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બેચરાજી તાલુકા વિકાસ અધિકારી આર.કે.કટારીયાએ જણાવ્યુ હતુ કે, સમગ્ર બાબતે તલાટીને ખુલાસો પુછી અહેવાલ માંગવામાં આવ્યો છે. જ્યારે તલાટી રાજુભાઇ ચૌધરીને પુછતાં જણાવ્યુ હતુ કે, ટીડીઓ દ્રારા લેખિતમાં કોઇ ખુલાસો કે અહેવાલ માંગવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં બંને અધિકારીઓના વચનો વિવાદીત માર્ગની મંજૂરી સામે વધુ આશંકા અને સવાલો ઉભા કરી રહ્યા છે.