તપાસ@ભાભર: મુખ્યમંત્રી સડકનો રોડ વાયા ખેતરથી ઘર સુધી કરાવ્યો, પછી હેવી દરવાજાથી લોક કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા ભાભર તાલુકાના ગામે મુખ્યમંત્રી સડક યોજનાના ડામર રોડની વિગતોમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. 2021ની શરૂઆતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળનો માર્ગ મંજૂર થયા દરમ્યાન સરપંચે થોડો લંબાવી આપવા રજૂઆત કરી હતી. જેમાં ડામર રોડ ગામ નજીકના પરા સુધી પહોંચે તે માટે માંગણી કરવામાં આવી હતી. જોકે આ માર્ગ સરપંચ
 
તપાસ@ભાભર: મુખ્યમંત્રી સડકનો રોડ વાયા ખેતરથી ઘર સુધી કરાવ્યો, પછી હેવી દરવાજાથી લોક કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

ભાભર તાલુકાના ગામે મુખ્યમંત્રી સડક યોજનાના ડામર રોડની વિગતોમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. 2021ની શરૂઆતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળનો માર્ગ મંજૂર થયા દરમ્યાન સરપંચે થોડો લંબાવી આપવા રજૂઆત કરી હતી. જેમાં ડામર રોડ ગામ નજીકના પરા સુધી પહોંચે તે માટે માંગણી કરવામાં આવી હતી. જોકે આ માર્ગ સરપંચ પરિવારના ખેતરમાંથી પસાર કરાવી પરાના ઘર સુધી લંબાવી દીધો છે. આ પછી ખેતરના પ્રવેશદ્રારા હેવી દરવાજા મુકી મુખ્યમંત્રી સડકને ચોંકાવનારો અવરોધ ઉભો કર્યો છે. રાજ્ય સરકારના માર્ગને ક્યાંક અવરોધવામાં આવ્યો હોવાની આ પ્રથમ ઘટના હોઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના સુથારનેસડી ગામે બનેલો મુખ્યમંત્રી સડક યોજનાનો માર્ગ આખા ગુજરાતમાં અલગ જ બની ગયો છે. પંચાયત વિભાગ હેઠળના બનાસકાંઠા જીલ્લા પંચાયતની માર્ગ મકાન શાખા તળે આવતાં કાંકરેજ-શિહોરી માર્ગ મકાન (પંચાયત) દ્રારા આ માર્ગ બનાવવામાં આવ્યો છે. માર્ગ મંજૂર થયો તે પહેલાં સરેરાશ 200 મીટર થતો હતો. આ દરમ્યાન સુથારનેસડી ગ્રામ પંચાયતના સરપંચે નજીકમાં જ આવેલ લક્ષ્મીપુરા નામના પરાને જોડાણ કરવા રજૂઆત કરી હતી. જેમાં માર્ગને સરેરાશ 150 મીટર લંબાવી આપવા પરાના ગણતરીના પરિવારોનો આધાર લીધો હતો. જોકે શરૂઆતમાં મંજૂર થયેલો માર્ગ લંબાણ થાય તો વ્યક્તિગત ખેતરમાંથી પસાર થતો હતો. આથી સરપંચે વ્યક્તિગત માલિકીના ખેતરની જગ્યા માર્ગ માટે ઉપયોગમાં લેવા આગ્રહ કર્યો હતો.

તપાસ@ભાભર: મુખ્યમંત્રી સડકનો રોડ વાયા ખેતરથી ઘર સુધી કરાવ્યો, પછી હેવી દરવાજાથી લોક કર્યો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, માર્ગ મકાન પંચાયત (પેટા વિભાગ શિહોરી) દ્રારા મુખ્યમંત્રી સડક યોજનાનો માર્ગ લંબાવી દેવાની મંજૂરી અપાઇ હતી. હવે જ્યારે માર્ગ બની ગયો ત્યારે વ્યક્તિગત ખેતરમાંથી પસાર થઇને સરપંચ પરિવારના ઘર સુધી પહોંચી ગયો હોવાનું સામે આવ્યુ છે. માર્ગ બની ગયા બાદ વ્યક્તિગત ખેતરના માલિકે માર્ગની બંને બાજુ મોટી દિવાલો ઉભી કરી ખેતરને સુરક્ષા આપી છે. આ સાથે ખેતરમાંથી પસાર થતાં મુખ્યમંત્રી સડક યોજનાના માર્ગને અવરોધ ન મળે છતાં મોટા દરવાજા મુકી દીધા છે. જેનાથી દ્રશ્યો એવા સામે આવ્યા છે કે, વ્યક્તિગત ખેતરના માલિકે જાણે પોતાના ખેતરમાં ડામર રોડ બનાવી ખેતરના પ્રવેશદ્રારે હેવી દરવાજા મુકી ખાનગી રોડ કર્યો હોય તેવુ ચિત્ર ઉભુ થયુ છે.

તપાસ@ભાભર: મુખ્યમંત્રી સડકનો રોડ વાયા ખેતરથી ઘર સુધી કરાવ્યો, પછી હેવી દરવાજાથી લોક કર્યો

ગેટ મુકી શકાય પણ દરવાજા મુકી શકાય નહીં: ઇજનેર

મુખ્યમંત્રી સડક યોજનાના માર્ગને અવરોધતાં દરવાજા બાબતે શિહોરી માર્ગ મકાન(પંચાયત)ના ઇજનેર ભૂરાભાઇને પુછતાં જણાવ્યું હતુ કે, પરા વિસ્તારના લોકોને માર્ગની સુવિધા મળે તે માટે સરપંચની રજૂઆત આધારે લંબાવી આપ્યો હતો. જોકે માર્ગને અવરોધતાં લોકવાળા હેવી દરવાજા મુક્યા હોવા બાબતે મને કોઇ ખ્યાલ નથી. પરા કે કોઇપણ વિસ્તારના રહીશો પ્રવેશદ્રાર મુકી શકે છે જોકે જાહેર માર્ગને અવરોધતાં દરવાજા મુકી શકાય નહી.

તપાસ@ભાભર: મુખ્યમંત્રી સડકનો રોડ વાયા ખેતરથી ઘર સુધી કરાવ્યો, પછી હેવી દરવાજાથી લોક કર્યો

લક્ષ્મીપુરાને સુરક્ષા માટે દરવાજા મુક્યા છે: સરપંચના જેઠની દલીલ

આ તરફ મુખ્યમંત્રી સડક યોજનાનો માર્ગ કોઇપણ સંજોગોમાં અવરોધવામાં આવી શકે નહી તેવા સવાલ સાથે મહિલા સરપંચના જેઠ પાસે વિગતો મેળવતાં આશ્ચર્યજનક દલીલ રજૂ કરી હતી. લક્ષ્મીપુરાના રહીશ દિનેશ ગજ્જરે જણાવ્યું હતુ કે, માર્ગ વ્યક્તિ ખેતરમાંથી પસાર કરવા બાબતે લક્ષ્મીપુરા કે ગ્રામ પંચાયતને કોઇ વાંધો ન હતો. જ્યારે દરવાજા લક્ષ્મીપુરાના રહીશોને સુરક્ષા આપતાં તેઓની મંજૂરીથી મુક્યા છે. જોકે અહીંયા સરપંચના જેઠ મુખ્યમંત્રી સડક યોજનાનો માર્ગ કોઇપણ સંજોગોમાં અવરોધી શકાય નહી તે બાબત નજરઅંદાજ કરી છે.