તપાસ@દાંતીવાડા: મોટા વેપારી પાસેથી પોલીસે માત્ર 1750ની ગુટખા પકડી

અટલ સમાચાર, દાંતીવાડા લોકડાઉન દરમ્યાન પોલીસ કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાંતીવાડા પોલીસે જાહેરનામાના ભંગ બદલ પાનમસાલા અને ગુટખાના વેપારી સામે ફરીયાદ કરી છે. મોટા ગજાના વેપારી પાસેથી માત્ર રૂપિયા 1750નો મુદામાલ કબ્જે કર્યો છે. મોટો કારોબાર ધરાવતા પાનમસાલાના વેપારી પાસેથી ખૂબ જ નજીવી કિંમતનો મુદ્દામાલ ઝડપાયો હોઇ
 
તપાસ@દાંતીવાડા: મોટા વેપારી પાસેથી પોલીસે માત્ર 1750ની ગુટખા પકડી

અટલ સમાચાર, દાંતીવાડા

લોકડાઉન દરમ્યાન પોલીસ કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાંતીવાડા પોલીસે જાહેરનામાના ભંગ બદલ પાનમસાલા અને ગુટખાના વેપારી સામે ફરીયાદ કરી છે. મોટા ગજાના વેપારી પાસેથી માત્ર રૂપિયા 1750નો મુદામાલ કબ્જે કર્યો છે. મોટો કારોબાર ધરાવતા પાનમસાલાના વેપારી પાસેથી ખૂબ જ નજીવી કિંમતનો મુદ્દામાલ ઝડપાયો હોઇ અનેક સવાલો ઉભા થયા છે. આ વેપારીનો કથિત વિડીયો સામે આવતાં વધુ મુંઝવણ ઉભી થઇ છે. જેમાં હોલસેલનો વેપાર હોવાનો ઘટસ્ફોટ થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા કોરોના મહામારી સામે જાહેરનામું પ્રસિધ્ધ થયેલું છે. જેમાં પાનમસાલા અને ગુટખાનું ઉત્પાદન, વેચાણ અને હેરફેર પ્રતિબંધિત છે. આથી દાંતીવાડા પોલીસે બી.એસ.એફ કોલોની વિસ્તારમાં જલારામ સ્ટોર ધરાવતાં વેપારી મહેશ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં પાનમસાલા અને ગુટખાની વિવિધ ચીજવસ્તુઓ સાથે રૂપિયા 1750નો મુદામાલ કબજે કર્યો હોવાનું બહાર આવ્યું છે. મોટા ગજાના વેપારી પાસેથી નજીવી કિંમતનો જથ્થો કબ્જે થતાં કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સૌથી વધુ આશંકા ત્યારે બની જ્યારે આ વેપારીનો કથિત વિડીયો આવ્યો કે જેમાં મોટા પ્રમાણમાં પાનમસાલાનું વેચાણ છૂપી રીતે કરી રહ્યો છે.

તપાસ@દાંતીવાડા: મોટા વેપારી પાસેથી પોલીસે માત્ર 1750ની ગુટખા પકડી

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કથિત વિડીયોમાં વેપારી છૂટક ધંધાર્થીઓને પાનમસાલા અને ગુટખા વેચી રહ્યો છે. આ જગ્યા વખાર અથવા ગોડાઉન હોઇ શકે તેવી શક્યતા છે. આથી મોટા વેપારી સામેની કાર્યવાહી મંથન કરવા મજબૂર કરી રહી છે.