તપાસ@ડીસાઃ શૌચાલય કૌભાંડમાં નિયામક-ટીડીઓની ભૂમિકા શંકાસ્પદ

અટલ સમાચાર, મહેસાણા (ગિરીશ જોષી) ડીસા તાલુકામાં શૌચાલય કૌભાંડ મામલે સરપંચ સસ્પેન્ડ થયા અગાઉ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સામે તવાઈ થઈ ચુકી છે. આ તમામ ગતિવિધી વચ્ચે કાયમી કર્મચારીઓની જવાબદારી સામે સૌથી મોટા સવાલો ઉભા થયા છે. શૌચાલય બન્યા પહેલા ચુકવણું થયાની કાર્યવાહીમાં તલાટીથી માંડી નિયામક સુધીના અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ બની છે. હાલ માત્ર તલાટી સામે ખાતાકીય
 
તપાસ@ડીસાઃ શૌચાલય કૌભાંડમાં નિયામક-ટીડીઓની ભૂમિકા શંકાસ્પદ

અટલ સમાચાર, મહેસાણા (ગિરીશ જોષી)

ડીસા તાલુકામાં શૌચાલય કૌભાંડ મામલે સરપંચ સસ્પેન્ડ થયા અગાઉ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સામે તવાઈ થઈ ચુકી છે. આ તમામ ગતિવિધી વચ્ચે કાયમી કર્મચારીઓની જવાબદારી સામે સૌથી મોટા સવાલો ઉભા થયા છે. શૌચાલય બન્યા પહેલા ચુકવણું થયાની કાર્યવાહીમાં તલાટીથી માંડી નિયામક સુધીના અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ બની છે. હાલ માત્ર તલાટી સામે ખાતાકીય તપાસ હોઈ જિલ્લાના અધિકારીઓની જવાબદારી સવાલો વચ્ચે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં 62 શૌચાલયો બનાવ્યા વિના ચુકવણું કર્યાની ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે. તાલુકા અને જિલ્લા પંચાયતે તપાસ દરમિયાન સ્વસ્થ ભારત મિશન શાખાના કરાર આધારીત કર્મચારીઓને ફરજમુક્ત કર્યા હતા. આ પછી હમણા બુરાલ ગ્રામ પંચાયતના સરપંચને પણ સસ્પેન્ડ કરતા મામલો વહિવટી રીતે ગરમાયો છે. જોકે, તલાટી, ટીડીઓ અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની સામે કોઈ નક્કર કાર્યવાહી સામે આવી નથી.

સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન તલાટી સામે ખાતાકીય તપાસ ચાલુ છે. જ્યારે કાયમી કર્મચારીઓમાં એટીડીઓ (આઈઆરડી) અને નિયામકની ભૂમિકા ન હોવાનું જણાવતા અનેક સવાલો ઉભા થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે,ચુકવણામાં વહીવટી અધિકારીઓની જવાબદારી ફીક્સ થઈ શકી ન હોવાથી કૌભાંડ સામે કાર્યવાહી અંતિમ તબક્કે અત્યંત મહત્વની બની શકે છે.