તપાસ@ગોંડલ: સબજેલના બગીચામાંથી 5 મોબાઈલ બિનવારસી હાલતમાં મળ્યાં

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગોંડલ સબજેલમાંથી મોબાઇલ મળી આવ્યા છે. ગત મોડી રાત્રે અમદાવાદથી આવેલ ટીમે સબજેલમાં અચાનક ચેકિંગ હાથ ધર્યુ હતુ. રાત્રીના સમયે ચેકીંગ કરતાં 5 મોબાઈલ, એક ડોંગલ બિનવારસી મળી આવતાં કબ્જે લઇ તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઇ આ બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
તપાસ@ગોંડલ: સબજેલના બગીચામાંથી 5 મોબાઈલ બિનવારસી હાલતમાં મળ્યાં

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગોંડલ સબજેલમાંથી મોબાઇલ મળી આવ્યા છે. ગત મોડી રાત્રે અમદાવાદથી આવેલ ટીમે સબજેલમાં અચાનક ચેકિંગ હાથ ધર્યુ હતુ. રાત્રીના સમયે ચેકીંગ કરતાં 5 મોબાઈલ, એક ડોંગલ બિનવારસી મળી આવતાં કબ્જે લઇ તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઇ આ બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગોંડલના વોરા કોટડા રોડ ઉપર આવેલ સબ જેલમાં ઝડતી સ્કોડનાં જેલર દેવસીભાઈ કરંગીયા, હિતેન પટેલ, વિક્રમજી ઠાકોર, રિજવાનભાઈ ગોરી, રણજીતભાઇ ઠાકોર, કમલેશભાઈ ગરૈયા અને સુરપાલસિંહ સોલંકીએ તપાસ કરી હતી. જેમમાં સબજેલની અંદરનાં બગીચામાં મોબાઈલ અને ડોંગલ બિનવારસી મળી આવ્યાં હતા. ત્યારે પ્રતિબંધિત મોબાઈલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચાડવામાં આવ્યાં? તેમજ મોબાઈલ ઘુસાડવામાં જેલ ખાતાના કોઈ કર્મચારી કે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ ? તે અંગે તપાસ હાથ ધરી છે.