તપાસ@ગુજરાત: ધનિક છતાં RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ લીધો હશે તો કાર્યવાહી

અટલ સમાચાર, ડેસ્ક દિવાળીના તહેવારો પુર્ણ થયા બાદ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. આરટીઈના ત્રણેય રાઉન્ડને અંતે પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થતાં શિક્ષણ વિભાગે મોટી કવાયત હાથ ધરી છે. જિલ્લા શિક્ષણાધિકારીઓને હવે ઓનપેપર ગરીબ બનેલા વાલીઓને શોધી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. જેમાં વાલીની આવક
 
તપાસ@ગુજરાત: ધનિક છતાં RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ લીધો હશે તો કાર્યવાહી

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળીના તહેવારો પુર્ણ થયા બાદ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. આરટીઈના ત્રણેય રાઉન્ડને અંતે પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થતાં શિક્ષણ વિભાગે મોટી કવાયત હાથ ધરી છે. જિલ્લા શિક્ષણાધિકારીઓને હવે ઓનપેપર ગરીબ બનેલા વાલીઓને શોધી કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. જેમાં વાલીની આવક વધવાના કિસ્સામાં બાળક એટલે કે વિદ્યાર્થીનું એડમિશન રદ્દ થઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત શિક્ષણ વિભાગને નર્સરી, જુનિયર અને સિનિયર કે.જીમાં મસમોટી ફી ભરનારા તથા ઘરમાં એસી રાખતા અને કારમાં ફરતા વાલીઓ ઓનપેપર ગરીબ બન્યા હોવાની ફરિયાદ મળી હતી. જેને કારણે શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને ઓનપેપર ગરીબ બનેલ વાલીઓને શોધી કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. તે સાથે ખાનગી શાળાના સંચાલકોને પણ આવા વાલીઓને શોધીને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા જણાવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઓનપેપર ગરીબ વાલી બનીને પ્રવેશ લીધો હશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. શાળાઓએ પુરાવા સાથે લેખિતમાં ફરિયાદ કરશે તો તપાસ કમિટી બનાવીને તપાસ કરાશે અને તે રિપોર્ટ આધાર પર પ્રવેશ રદ્દ કરાશે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વાલીઓએ રજૂ કરેલા ડોક્યુમેન્ટને સાચા ગણી શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે.

નોંધનિય છે કે, બોગસ પૂરાવા રજૂ કરીને પ્રવેશ મેળવ્યો હોય તેના માટેની ચકાસણી કરવાનું શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેના આધારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આગામી સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કોઇ વિદ્યાર્થીનો પ્રવેશ ખોટા ડોક્યુમેન્ટના આધારે મેળવવામાં આવ્યો હશે તો તેવા કિસ્સામાં પ્રવેશ રદ્દ કરવામાં આવશે.