આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, જોટાણા (ભુરાજી ઠાકોર)

જોટાણા તાલુકાના ગામોમાં વિકાસલક્ષી કામોના માહિતી સુચક બોર્ડ લગાવવામાં આવેલા છે. સરેરાશ 50 હજારની કિંમતના બોર્ડ ગણતરીના દિવસોમાં ધોવાઇ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બોર્ડ લગાવતા અગાઉના ઠરાવો અને પરિપત્રો મુજબ ખુબ જ લાંબો સમય બોર્ડ ઉભા રહે અને તેની માહિતી વર્ષ સુધી જોઇ શકાય તેવી હોવી જોઇએ. જોકે બોર્ડ લગાવ્યાને ગણતરીના દિવસોમાં તેની ઉપરની મહત્વની માહિતી ભુંસાઇ જતા લાલિયાવાડીના સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના સાંથલ ગામે ગાંધીજીની 150મી જન્મજયંતિવાળા બોર્ડ લગાવવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મારફત ગામમાં થયેલા વિકાસલક્ષી કામોની વિગતો છે. આ માહિતી જાહેરમાં હોવાથી ગામલોકો વર્ષ સુધી જોઇ શકે તે માટે રાજ્ય-કેન્દ્ર સરકારે 50થી 50,000નો ખર્ચ કરવાની મંજૂરી આપી હતી. જોકે સાંથલ ગામનું બોર્ડ ગણતરીના દિવસોમાં ભુંસાઇ ગયુ હોઇ અત્યંત જર્જરીત દેખાઇ રહ્યુ છે. આથી સરકારી બોર્ડની કામગીરી બાબતે સત્તાધિશોએ બેદરકારી કરી હોવાના સવાલો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સમગ્ર રાજ્યની ગ્રામ પંચાયતોમાં જાહેર સ્થળોએ આવા બોર્ડ લગાવવામાં આવ્યા છે. દરેક ગામે અલગ-અલગ સમયે અને સ્થળ સ્થિતિ મુજબ બોર્ડ લાગ્યા છે. બોર્ડનો ખર્ચ ગ્રામ પંચાયતને નાણાંપંચની ગ્રાન્ટમાંથી ઉધારવાની છુટ હતી. જોકે સૌથી મોટી વાત સામે આવી છે કે, આખુ વર્ષ અને તેનાથી પણ લાંબો સમય બોર્ડની માહિતી વ્યવસ્થિત રીતે જોઇ શકાય તેવી જોગવાઇ છતાં અત્યારથી જ ભુંસાવા લાગી હોઇ ખર્ચ અને તેના કામ સામે અનેક આશંકાઓ ઉભી થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code