તપાસ@પાટણ: જિલ્લાભરમાં બચત જથ્થાનું બારોબાર વેચાણ, ગંજમાં પેઢીના ઓથા તળે ધંધો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જિલ્લામાં સરકારી રેશનિંગના જથ્થામાં પારદર્શકતા મુદ્દે ચોંકાવનારી વિગતો મળી છે. સસ્તા અનાજની દુકાનનો બચત રહેતા જથ્થાનું એક જ સ્થળે એકત્રિકરણ કરી ખાનગી દુકાનદારને વેચાણ અપાઇ રહ્યું છે. રાધનપુર, હારિજ અને ચાણસ્મા પંથકમાં પુરવઠાનો જથ્થો ગંજની ચોક્કસ પેઢીઓમાં ઠાલવી ધંધો કરવામાં આવી રહ્યો છે. મફતના સરકારી અનાજને સંગઠિત ચેનલ દ્વારા
 
તપાસ@પાટણ: જિલ્લાભરમાં બચત જથ્થાનું બારોબાર વેચાણ, ગંજમાં પેઢીના ઓથા તળે ધંધો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લામાં સરકારી રેશનિંગના જથ્થામાં પારદર્શકતા મુદ્દે ચોંકાવનારી વિગતો મળી છે. સસ્તા અનાજની દુકાનનો બચત રહેતા જથ્થાનું એક જ સ્થળે એકત્રિકરણ કરી ખાનગી દુકાનદારને વેચાણ અપાઇ રહ્યું છે. રાધનપુર, હારિજ અને ચાણસ્મા પંથકમાં પુરવઠાનો જથ્થો ગંજની ચોક્કસ પેઢીઓમાં ઠાલવી ધંધો કરવામાં આવી રહ્યો છે. મફતના સરકારી અનાજને સંગઠિત ચેનલ દ્વારા ખરીદ વેચાણ કરી રોકડ ઉભી કરવામાં આવી રહી છે. વહેલી પરોઢે તો ક્યાંક બપોરે સરકારી અનાજ ખાનગી વાહન મારફતે ખાનગી સ્થળે પહોંચી રહ્યો છે. એકવાર અનાજનો જથ્થો પહોંચી ગયા બાદ તાત્કાલિક સરકારી કોથળા/બારદાન બદલી દેવામાં આવે છે. આથી જો ક્યાંક માહિતી લીક થાય તો ખુલ્લી જગ્યામાં કે પ્લાસ્ટિકની બેગોમાં ભરેલ ઘઉં કે ચોખા સરકારી હોવા છતાં પકડાતાં નથી.

તપાસ@પાટણ: જિલ્લાભરમાં બચત જથ્થાનું બારોબાર વેચાણ, ગંજમાં પેઢીના ઓથા તળે ધંધો

પાટણ જિલ્લા પુરવઠાનો સરકારી જથ્થો ગોડાઉન કે સસ્તા અનાજની દુકાને પહોંચ્યા બાદ સો એ સો ટકા રેશનિંગ ગ્રાહકોને મળી રહ્યો છે? આ સવાલનો જવાબ સમય, સ્થળ અને પરિસ્થિતિ મુજબ અલગ આવી રહ્યો છે. સરકારમાંથી નિકળતો કેટલોક ઘઉં કે ચોખાનો જથ્થો ગ્રાહકોને બદલે બારોબાર ખાનગી દુકાને પહોંચી રહ્યોં છે. માલ ગોડાઉન કે સસ્તા અનાજની દુકાને બચત થઈ શકે તેવી પ્રબળ શક્યતા ધરાવતો જથ્થો બારોબાર ચોક્કસ દુકાને આપી ધંધો કરી લેવામાં આવે છે. એટલે કે ગ્રાહકોની ફરિયાદ ના ધરાવતો જથ્થો કોઈ એક દુકાનદાર એકત્રિકરણ કરી ગંજની નક્કી કરેલી પેઢીમાં આપી દે છે. રાધનપુર ગંજબજારમા છેક સાંતલપુરથી ચોક્કસ ઈસમ વહેલી પરોઢે જથ્થો મોકલાવી રહ્યો છે. હારિજમા પણ સિસ્ટમ સાથે ઘરોબો ધરાવતો ઈસમ ગંજની એક જ પેઢીમાં સરકારી જથ્થો મોકલી રહ્યો છે. આ બાજુ ચાણસ્મા શહેરમાં પણ તાલુકાનો જથ્થો એક જ ઈસમ એકત્રિકરણ કરી ફેક્ટરી ખાતે ઉતારી વેચાણ કરી રહ્યો છે. આ તમામ સ્થળે ખરીદનાર ઈસમો સરકારી છે કે ખાનગી તે ખબર ન હોઇ અમે તો માત્ર વેપાર માટે આવો જથ્થો સ્વીકારતા હોવાનું કહી હાથ અધ્ધર કરી રહ્યા છે.

તપાસ@પાટણ: જિલ્લાભરમાં બચત જથ્થાનું બારોબાર વેચાણ, ગંજમાં પેઢીના ઓથા તળે ધંધો

સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારી જથ્થાનું આ બારોબારિયુ કોઈ એક વ્યક્તિ દ્વારા નહિ પણ એક ચેનલ મારફતે થઈ રહ્યું છે. ગ્રાહકોનો જથ્થો એક વ્યક્તિ પાસે જાય અને ત્યાંથી ખાનગી દુકાને જાય છે. આ મફતના સરકારી જથ્થામાં ગેરકાયદે કમાણી બે વ્યક્તિને થાય એવું પણ નથી. નજરઅંદાજ કરતી એક બીજી ચેનલ ખરીદ વેચાણની ચેનલને સ્પર્શ કર્યા વિના કમાણીનો હિસ્સો મેળવી રહી છે.

કેવી રીતે થઈ શકે આ કૌભાંડનો ભંડાફોડ

પુરવઠાના ઈન્સપેક્ટરો, માલ ગોડાઉનના કર્મચારીઓ અને સ્થાનિક મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ જે તે ગંજબજાર સ્ટાફ સહિતની આખી ટીમ જોડાય તો આ કૌભાંડનો ભંડાફોડ થાય તેમ છે. જેમાં એકવાર જથ્થો સસ્તા અનાજની દુકાને પહોંચ્યા બાદ સતત બીજીવાર જથ્થો રિલીઝ થાય ત્યાં સુધી દરરોજ ગંજબજારની અનાજનુ ખરીદ વેચાણ કરતી દુકાનો અને બજારમાં આવેલી આવેલી અનાજની દુકાને આકસ્મિક તપાસ કરે તો પકડાઇ શકે છે. આ સાથે ગંજબજારમા પ્રવેશ કરતાં તમામ વાહનોના સીસીટીવી ફુટેજ મેળવી ગંજમા વેચાણ અર્થે અનાજ લાવનાર ઉપર ખુદ ગંજનો સ્ટાફ નજર રાખી પકડી શકે છે.

આજે વહેલી સવારે રાધનપુર ગંજમા જથ્થો ઉતાર્યો

આજે જે પ્રકારે એક ચોંકાવનારી દોડધામ થયા બાદ ચેનલનો ધંધો વધુ સ્પષ્ટ થયો છે. વારાહી પંથકના ચંદે રાધનપુર ગંજબજારમા વહેલી સવારે અંદાજે 5 વાગ્યાના અરસામાં સરકારી અનાજનો જથ્થો રવાના કર્યો હતો. અહિં પહેલાથી હાજર ટ્રેડર્સના માણસોએ જથ્થો ઉતારી લીધો અને તુરંત સરકારી બારદાન બદલી દીધા હતા. આ ટ્રેડર્સ ધરાવતો ઈસમ પણ સાંતલપુર પંથકના હોવાનું સામે આવ્યું છે. આ સ્થળે સરકારી જથ્થાનુ ખરીદ વેચાણ સતત બે દિવસ થયું છે. સમગ્ર ઘટનાની જાણ લીક થઈ જતાં અનાજ માફિયામાં દોડધામ મચી ગઇ હતી.