તપાસ@પાટણ: દિલ્હી મુલાકાતે ગયેલ 8 વ્યક્તિનું લીસ્ટ આવ્યું, કોરોનાએ દોડતાં કર્યા

અટલ સમાચાર, પાટણ દિલ્હી નિઝામુદ્દીન સહિતના હોટ સ્પોટ વિસ્તારો હવે દેશભરમાં ચર્ચિત બન્યા છે. આ વિસ્તારો કોરોના અસરગ્રસ્ત બન્યા હોઇ ત્યાં મુલાકાતે ગયેલ લોકોને શોધવામાં આવી રહ્યા છે. છેક દિલ્હીથી ગુજરાત સરકાર અને ગાંધીનગરથી પાટણ જિલ્લાને નામની યાદી મળી છે. આથી પાટણ આરોગ્ય તંત્રએ શંકાસ્પદ આઠ વ્યક્તિઓનો ટેલિફોન ઉપર સંપર્ક કર્યો છે. જેમાં વિસંગતતાઓ આવતાં
 
તપાસ@પાટણ: દિલ્હી મુલાકાતે ગયેલ 8 વ્યક્તિનું લીસ્ટ આવ્યું, કોરોનાએ દોડતાં કર્યા

અટલ સમાચાર, પાટણ

દિલ્હી નિઝામુદ્દીન સહિતના હોટ સ્પોટ વિસ્તારો હવે દેશભરમાં ચર્ચિત બન્યા છે. આ વિસ્તારો કોરોના અસરગ્રસ્ત બન્યા હોઇ ત્યાં મુલાકાતે ગયેલ લોકોને શોધવામાં આવી રહ્યા છે. છેક દિલ્હીથી ગુજરાત સરકાર અને ગાંધીનગરથી પાટણ જિલ્લાને નામની યાદી મળી છે. આથી પાટણ આરોગ્ય તંત્રએ શંકાસ્પદ આઠ વ્યક્તિઓનો ટેલિફોન ઉપર સંપર્ક કર્યો છે. જેમાં વિસંગતતાઓ આવતાં પોલીસની મદદ લેવાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લા આરોગ્ય તંત્રને દિલ્હી મુલાકાતે ગયેલ 8 વ્યક્તિને શોધી તપાસ કરવા આદેશ થયા છે. કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી હોવાની આશંકા વચ્ચે નામ અને નંબર આધારે તપાસ કરતાં દોડધામ મચી ગઇ છે. કેટલાક દિલ્હી ગયા જ નથી તો કેટલાક પાટણ જિલ્લા બહારના હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં આરોગ્ય અધિકારીએ છેવટે પોલીસ ટીમને નામ અને નંબરની યાદી આપી ક્રોસ ચેકીંગ કરવા જણાવવું પડ્યું છે.

પાટણ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સાલવીએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે માત્ર નંબર ટ્રેસ કરી તેની યાદી આપી છે. જેમાં અનેક નંબરની માલિક અત્યારે બદલાયેલી હોવાથી વિસંગતતાઓ મળી છે. આથી એસપી કચેરીને નામ અને નંબર વેરીફાય કરી દિલ્હી હોટ સ્પોટ વિસ્તારોમાં મુલાકાતે ગયા હોવા સહિતની બાબતો માટે રિપોર્ટ કર્યો છે.