આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, રાધનપુર

સાંતલપુર પંથકમાંથી પસાર થતી ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનની હેવી પાઇપલાઇનમાં બાકોરૂ પાડી ફ્રૂડની ચોરી થતી હોવાનો પર્દાફાશ થયો છે. કર્મચારીઓ પાઇપલાઇનનું રીપેરીંગ કામ કરવા જતાં જે દ્રશ્યો જોયા તેનાથી ચોંકી ગયા છે. ખાનગી માલિકીની જમીનમાં કોઇને ખબર ન પડે તેમ આરોપીઓએ મોટા હોજ જેટલો ખાડો ખોદી બારોબાર ઓઇલ ટ્રાન્સફર કરી રહ્યા હોવાનું ઝડપાયુ છે. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર મારફત ઓઇલ કંપનીના અધિકારીઓ મથામણમાં લાગ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના લખાસર નજીકથી ઓઇલચોરી થતી હોવાનું રેકેટ સામે આવ્યુ છે. ક્રૂડ ઓઇલની અંડર ગ્રાઉન્ડ પાઇપલાઈનમાં કાણું પાડી ઓઇલચોરી થતી હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઇ છે. લાઇનના મેન્ટેનન્સ દરમ્યાન કર્મચારીઓએ ખોદકામની જગ્યા ઉપર શંકાસ્પદ બની તપાસ કરી હતી. જેમાં ખાનગી માલિકીની જમીનમાંથી પસાર થતી ક્રૂડની પાઇપમાં ભંગાણ થતું હોવાનું જોઇ ચોંકી ગયા હતા. જેમાં ચોર ટોળકીએ અત્યાર સુધી હજારો લીટર ઓઇલ ચોરી કરી લીધી હોવાનો પર્દાફાશ થયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રાથમિક તપાસમાં ઇન્ડીયન ઓઇલની મુન્દ્રા-ભટીંડા પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ લાઇન પાથરવામાં આવેલી છે. જેમાં સાંતલપુરથી 3 કિલોમીટર દૂર લખાસર નજીક આવેલી હોટલ સુધી લાઇન જતી હોવાની આશંકા બની છે. આથી સ્થાનિક ઇસમોની ભુમિકા શંકાસ્પદ હોવાની ગણતરી વચ્ચે હોટલના ઇસમો ફરાર થતાં સાંતલપુર પોલીસ હરકતમાં આવી છે. ઘટનાને પગલે ઉત્તર ગુજરાતમાં ઓઇલ ચોરીમાં અત્યાર સુધીનો સૌથી મોટો કારસો સામે આવ્યો હોવાનું મનાય છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code