આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

સમીના તબીબ સામે પંથકમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે ત્યારે પોલીસે તપાસ તેજ બનાવી છે. રવિવારે મહિલા પોલીસ સાથે એફએસએલની ટીમે દવાખાને પહોંચી હતી. જેમાં અનેક વાંધાજનક સામગ્રી મળી આવી છે. તબીબની ડીગ્રી વિરુદ્ધની દવા મળી આવતા એવીડન્સ મજબૂત બની રહ્યા છે.પાટણ જિલ્લાના સમી ગામે અનેક મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મ કરનાર તબીબ પિતા અને બોગસ ડોક્ટર વિરુદ્ધ તપાસમાં દવાખાને ટીમ દોડી આવી હતી. જેમાં વિડિયોગ્રાફી સાથેની શોધખોળમાં પોલીસને ગાયનેકને લગતી વાંધાજનક દવાઓ મળી આવી છે. હોમિયોપથી ડોક્ટર છતાં એલોપથી દવાઓ રાખતો હોવાનું સામે આવ્યું છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, દુષ્કર્મને લગતી તમામ બાબતો ઉપર પોલીસ તપાસ આગળ વધી રહી છે. આ સાથે બંન્ને આરોપીની સઘન પૂછપરછ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે.

મોટી વાત- પંથકના પારિવારીક સંબંધોને અસર

આરોપીઓ સમી ખાતે વર્ષોથી દવાખાનું ચલાવતા હોવાથી અત્યાર સુધી અનેક મહિલા દર્દીઓ સારવાર લઈ ચૂકી છે. આથી સારવાર માટે એકથી વધુ વખત દવાખાને ગયેલી મહિલાઓને પારિવારિક આશંકા થવાની બીક ઉભી થઇ છે. હવસખોર ડોક્ટરની ઘટનાને પગલે સંબંધોમાં વિશ્વાસનો પ્રશ્ન ઉભો થયો છે.

 

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code