File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, થરાદ

અત્યાર સુધીના કોરોના પોઝીટીવ દર્દીમાં સૌથી મોટી ચિંતાજનક સ્થિતિ બની છે. થરાદ જેલમાં કોરોના ઘૂસી જતાં ખળભળાટ મચી ગયો છે. જેલમાં બંધ કેદીને કોરોના પોઝીટીવ આવ્યો તે સૌથી મોટું રહસ્ય બની ગયું છે. કેદીને ચેપ ક્યાંથી લાગ્યો તે શોધવા દોડાદોડ મચી ગઇ છે. તાત્કાલિક અસરથી 9 પોલીસ કર્મચારીના સેમ્પલ લેવાયા જ્યારે અન્ય કેદીઓ ફફડાટ વચ્ચે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના ઝાપરપુરાનો વનરાજ કાળુભાઇ પરમાર કેદી છે. અલગ-અલગ ગુના સંદર્ભે જેલવાસ ભોગવ્યા દરમ્યાન પોલીસ અને આરોગ્યની જોગવાઈ મુજબ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. થરાદ સબ જેલમાં બંધ હોવાથી તાત્કાલિક સેનેટાઇઝ કરી હતી. જ્યારે 9 પોલીસ કર્મચારીના સેમ્પલ લેવાયા છે. આ તરફ બાકીના 42 કેદીઓ પૈકી એક જ બેરેકમાં આવતાં સૌથી વધુ શંકાસ્પદ બની ગયા છે. જોકે આ કેદી વનરાજને કોરોના કેવી રીતે થયો તે શોધ્યું જડતું નથી. આરોગ્ય અને પોલીસની ટીમ છેલ્લા 24 કલાકથી સંક્રમણ શોધવા દોડધામ કરી રહી છે. જેલમાં કોરોના પોઝીટીવ આવ્યો તે સૌથી મોટું રહસ્ય બની ગયું છે.

File Photo

બનાસકાંઠા એસપીએ જણાવ્યું હતું કે, કેદીને કોરોના આવ્યો તે તપાસનો વિષય બન્યો છે. જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મનિષ ફેન્સીએ ઘટનાને સૌથીમોટી મિસ્ટ્રી ગણાવી છે. જેલમાં કેદીને કોરોના પોઝીટીવ આવ્યો તે રહસ્ય વધુને વધુ રસપ્રદ બનતું જાય છે. કોરોના મહામારીની વૈશ્વિક ગાઇડ લાઇન મુજબ પોઝીટીવ ઈસમને ચેપ ક્યાંથી લાગ્યો તે શોધવું અત્યંત જરૂરી હોઇ દોડધામ મચી ગઇ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code