રોકાણ: જમ્મુ-કાશ્મીરમાં તમે વિચાર્યું પણ નહી હોય તેટલી સસ્તી પ્રોપર્ટી મળશે

અટલ સમાચાર, ડેસ્ક જમ્મુ-કાશ્મીર પર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા આર્ટિકલ 370ના તમામ ખંડ લાગૂ નહી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. જેને રાષ્ટ્રપતિ કોવિંદે પણ મંજૂરી આપી દીધી છે. મોદી સરકારના આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટીના ભાવ જાણવાની તમારી મહેચ્છા અમે પુરી કરી રહ્યા છીએ. ખરેખર મોદી સરકારના આ નિર્ણય બાદ હવે ભારતમાં રહેનાર કોઇ પણ ભારતીય
 
રોકાણ: જમ્મુ-કાશ્મીરમાં તમે વિચાર્યું પણ નહી હોય તેટલી સસ્તી પ્રોપર્ટી મળશે

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ-કાશ્મીર પર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા આર્ટિકલ 370ના તમામ ખંડ લાગૂ નહી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. જેને રાષ્ટ્રપતિ કોવિંદે પણ મંજૂરી આપી દીધી છે. મોદી સરકારના આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટીના ભાવ જાણવાની તમારી મહેચ્છા અમે પુરી કરી રહ્યા છીએ.

રોકાણ: જમ્મુ-કાશ્મીરમાં તમે વિચાર્યું પણ નહી હોય તેટલી સસ્તી પ્રોપર્ટી મળશે

ખરેખર મોદી સરકારના આ નિર્ણય બાદ હવે ભારતમાં રહેનાર કોઇ પણ ભારતીય નાગરિક જો ઇચ્છે તો તેઓ જમ્મુ-કાશ્મીરમાં ઘર, પ્લોટ, ખેતીની જમીન, દુકાન વગેરે ખરીદી શકે છે. આ પહેલા રાજ્ચનો નિવાસી જ માત્ર સંપત્તિ ખરીદી શક્તો હતો અને ભારતીયનાં સંપત્તિ ખરીદવા પર રોક હતી. મોદી સરકારનાં આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરનાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં જબરજસ્ત ઉછાળાની આશા સેવાઇ રહી છે. જાણકારો જણાવી રહ્યા છે. અચાનક 50 ટકાનો સુધીનો પ્રોપર્ટની કિંમતમાં ઉછાળો આવી શકે છે.

રોકાણ: જમ્મુ-કાશ્મીરમાં તમે વિચાર્યું પણ નહી હોય તેટલી સસ્તી પ્રોપર્ટી મળશે

આમ પણ જમ્મુ-કાશ્મીરમાં દેશભરની તુલનાએ પ્રોપર્ટીની કિંમત્ત ખુબ જ ઓછી છે. શ્રીનગરનાં પંથાચોક વિસ્તારમાં હાલમાં 2300 રૂપિયા સ્ક્વેયર ફુટના હિસાબે ઘર મળી જાય છે. જ્યારે આ વિસ્તાર લોકેશનના હિસાબે ખુબ જ સારો છે. પંથાચોક વિસ્તારમાં સ્ટેડિયમ અને કેન્દ્રીય વિદ્યાલય પણ છે. પરંતુ અહિંયા પ્રોપર્ટીના ભાવ દેશના બીજા શહેરો કરતા ખુબ જ ઓછા છે.

રોકાણ: જમ્મુ-કાશ્મીરમાં તમે વિચાર્યું પણ નહી હોય તેટલી સસ્તી પ્રોપર્ટી મળશે

ત્યાં જ જમ્મુના પક્કી-ઢક્કીની બાજુમાં જ મુબારક મંડી પ્લેસ છે. જ્યાં 40 લાખ રૂપિયામાં 1634 સ્ક્વેયર ફુટનું 6 માળનું ઘર સરળતાથી મળી જાય છે. જમ્મુ-કાશ્મીરની તુલનામાં દેશના અન્ય શહેરોમાં પ્રોપર્ટીની કિંમત ખુબ જ વધારે છે.

આ રહ્યા રહેણાંકના ખરીદ ભાવો

રોકાણ: જમ્મુ-કાશ્મીરમાં તમે વિચાર્યું પણ નહી હોય તેટલી સસ્તી પ્રોપર્ટી મળશે

ખરેખર જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં બહારના લોકો ઘર ખરીદી શક્તા ન હતાં. જેના કારણે ત્યાં પ્રોપર્ટીનો ભાવ એત નોન-મેટ્રો સિટી કરતા પણ ઓછો હતો. આજની તારીખમાં દેશના બીજા ભાગમાં એક નોન-મેટ્રો શહેરમાં ઘરની કિંમત 60 લાખ રૂપિયાની આસપાસ છે. જ્યારે દિલ્હી-મુંબઇ જેવા મેટ્રો સિટીમાં તો ઘરની કિંમત 10 કરોડ રૂપિયા સુધી છે. એક રિયલ એસ્ટેટના નિષ્ણાંતો અનુસાર પ્રતિબંધનાં કારણે જમ્મુ-કાશ્મીરમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ આગળ વધી રહ્યો ન હતો. પરંતુ જ્યારે હવે તમામ લોકો માટે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી પ્રોપર્ટીના ભાવ વધશે. દેશના બીજા ભાગથી લોકો રોકાણ માટે જમ્મુ-કાશ્મીર તરફ વળશે.

રોકાણ: જમ્મુ-કાશ્મીરમાં તમે વિચાર્યું પણ નહી હોય તેટલી સસ્તી પ્રોપર્ટી મળશે

રાજ્યસભામાં કલમ 370 હટાવવાનું બિલ પસાર થતાં જ લોકો જમ્મુ-કાશ્મીર અને લદાખ વિસ્તારના ભાવો જાણવા ઈન્ટરનેટ પર લાગી પડ્યા છે. ખાસ કરીને ગુજરાતીઓ જેવી જ કલમ 370 હટવવાની વાત કરી કે જમ્મુ-કાશ્મીર અને લદાખનો નકશો હાથમાં લઈ બેસી ગયા છે. કંઈ જગ્યાએ કેટલું રોકાણ કરવું તેવું મન પણ બનાવી ચુક્યા છે. તો આગામી સમયમાં વિશ્વનું જન્નત ગણાતા વિસ્તારમાં કાયમી આવાસનું તમારુ સપનું સાકાર કરવાની આ ભરપુર તક છે.