IPL-12 : આગામી 23 માર્ચથી ભારતમાં રમાશે

અટલ સમાચાર,ડેસ્ક ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝન ક્યા રમાશે તે નકકી થઇ ચુકયુ છે. સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલી વહીવટી સમિતિએ મંગળવારે કરેલા નિર્ણય મુજબ આ વર્ષે IPLનું ભારતમાં જ આયોજન કરવામાં આવશે. આજે આ મામલે બોર્ડની વહીવટી સમિતિની એક બેઠક મળી હતી જેમાં IPL યોજવાના સ્થળો અને અન્ય જરૂરિયાતો પર પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી.
 
IPL-12 : આગામી 23 માર્ચથી ભારતમાં રમાશે

અટલ સમાચાર,ડેસ્ક

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝન ક્યા રમાશે તે નકકી થઇ ચુકયુ છે. સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલી વહીવટી સમિતિએ મંગળવારે કરેલા નિર્ણય મુજબ આ વર્ષે IPLનું ભારતમાં જ આયોજન કરવામાં આવશે.

આજે આ મામલે બોર્ડની વહીવટી સમિતિની એક બેઠક મળી હતી જેમાં IPL યોજવાના સ્થળો અને અન્ય જરૂરિયાતો પર પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી.

તમામ રાજ્યો અને કેન્દ્રના સત્તાધીશો દ્વારા મળીને આ અંગે નિર્ણય લેવાયો હતો. BCCI એ એક પ્રેસ રીલિઝમાં જણાવ્યા મુજબ આગામી આઈપીએલ 23 માર્ચ 2019થી શરૂ થશે અને નિર્ધારિત સત્તાધીશો સાથે વાટાઘાટ બાદ વિસ્તૃત કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. તમામ સ્ટોકહોલ્ડર્સ સાથે સીઓએ ચર્ચા કરશે અને ત્યારબાદ 2019 આઈપીએલનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાશે.

અગાઉ સામાન્ય ચૂંટણીને પગલે 2009માં દક્ષિણ આફ્રિકા અને 2014માં કેટલીક મેચો યુએઈમાં રમાડવાનું આયોજન કરાયું હતું.

આ વર્ષે આઈપીએલ અને ક્રિકેટ વર્લ્ડકપ બન્ને એક સાથે આયોજન થઈ રહ્યું છે. 30 મેથી 14 જુલાઈ વચ્ચે ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ યોજાશે. જસ્ટિસ લોધા કમિટીની ભાલમણો મુજબ કોઈપણ આંતરાષ્ટ્રીય ટુર્નામેન્ટ અને આઈપીએલ વચ્ચે 15 દિવસનો સમય રાખવો અનિવાર્ય છે. આ ભલામણો મુજબ માર્ચના છેલ્લા સપ્તાહ સુધીમાં આઈપીએલ શરૂ કરવી પડે તેમ છે જેથી મેના મધ્યભાગમાં તે પૂર્ણ થઈ શકે.