આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

પોતાની શાનદાર બેટિંગ અને નિવૃત્તિ પછી પોતાની કોમેન્ટ્રી માટે પ્રખ્યાત ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું નિધન થયું છે. ડીન જોન્સે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ડીન જોન્સ સ્ટાર સ્પોર્ટ્સની કોમેન્ટ્રીનો ભાગ હતા અને તે આઈપીએલમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેમનું નિધન હાર્ટ એટેકથી થયું છે. તે 59 વર્ષના હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડીન જોન્સ આઈપીએલમાં સ્ટાર સ્પોર્ટ્સ માટે મુંબઈમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા. ડીન જોન્સ કોમેન્ટ્રીની દુનિયામાં ઘણું ચર્ચિત નામ છે. તેમને પ્રોફેસર ડીનોના નામથી પણ ઓળખવામાં આવે છે. મેલબોર્નમાં જન્મેલા ડીન જોન્સ ઓસ્ટ્રેલિયા તરફથી 52 ટેસ્ટ મેચ રમ્યા હતા. જેમાં 46.55ની એવરેજથી 3631 રન બનાવ્યા હતા. તેમનો બેસ્ટ સ્કોર 216 રન હતો. જોન્સે 11 સદી ફટકારી હતી અને તે કેપ્ટન એલન બોર્ડના મનપસંદ બેટ્સમેનોમાં એક હતા.

ડીન જોન્સ ઓસ્ટ્રેલિયા તરફથી 164 વન-ડે પણ રમ્યા છે. જેમાં 6068 રન બનાવ્યા છે. વન-ડેમાં 7 સદી અને 46 અડધી સદી ફટકારી છે. ડીન જોન્સને 80ના દાયકાના અંતમાં તો 90ના દાયકાની શરૂઆતમાં વિશ્વના બેસ્ડ વનડે બેટ્સમેનોમાં સામેલ કરવામાં આવતા હતા. તેઓ સ્પિનર તથા ફાસ્ટ બોલર વિરુદ્ધ દમદાર બેટિંગ કરતા હતા. વિકેટો વચ્ચે રનિંગના મામલામાં પણ તેમને ગજબ માનવામાં આવતા હતા. વર્ષ 2019મા તેમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

જાહેરાત

28 Oct 2020, 8:56 AM (GMT)

COVID-19 Global Stats

44,285,074 Total Cases
1,172,136 Death Cases
32,467,181 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code