ગેરરીતી@અમદાવાદ: કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલના 9 તબીબોને સસ્પેન્ડ કરાયા

 
ગેરીતી
કરોડો રૂપિયાની લેતીદેતી કરવામાં ડોક્ટરો સંડોવાયેલા હોવાનો આક્ષેપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદની કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલના 9 તબીબોને સસ્પેન્ડ કરાયા છે.એસો. પ્રોફેસર દેવાંગ રાણા સહિત 9 તબીબને સસ્પેન્ડ કરાયા છે અને કોન્ટ્રાકટ પર રહેલા 8 તબીબો એમ કુલ મળીને 9 તબીબોને સસ્પેન્ડ કરાયા છે. વી.એસ.હોસ્પિટલમાં ચાલતા કિલીનીકલ રીસર્ચ માટે નેશનલ મેડીકલ કમિશન તેમજ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર એથીકલ કમિટીની રચના કરવામા આવી નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

કિલીનીકલ ટ્રાયલ કેસમાં વિજિલન્સનાં રિપોર્ટના આધારે પગલા લેવામાં આવ્યા છે. યાત્રી પટેલ , ધૈવત શુકલ , રાજવી પટેલ , રોહન શાહ , કૃણાલ સથવારા , શાલીન શાહ , દર્શિલ શાહ અને કંદર્પ શાહ સામે પગલાં લેવામાં આવ્યા છે. આ ડોકટરો વીએસ હોસ્પિટલમાં ગેરકાયદે દવાના કિલીનીકલ ટ્રાયલ કરાયા હતા અને તેની તપાસ કરવામાં આવી હતી જેના કારણે નિસિપલ કમિશનર સમક્ષ તપાસ સમિતિએ રીપોર્ટ રજૂ કર્યો હતો. VS હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખો, કરોડો રૂપિયાની લેતી દેતી કરવામાં ડોક્ટરો સંડોવાયેલા હોવાના આક્ષેપમાં સચ્ચાઇ પૂરવાર થયાં બાદ છેવટે Vsમાં કાર્યકોલોજિસ્ટ તરીકે ફરજ ભજાવતા ડો.દેવાંગ રાણાને સસ્પેન્ડ કરવાનો અને કોન્ટ્રાક્ટ ઉપર ૨ખાયેલા ૮ ડોક્ટરોને પાણીચું પકડાવી દેવાતા મ્યુનિ. તબીબી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

AMC સંચાલિત VS હોસ્પિટલમાં ફરજ બજાવતા એસોસીએટ પ્રોફેસર ડો. દેવાંગ રાણાને એક્ષ્‍પર્ટ ફામેકોલોજિસ્ટ તરીકે કામગીરીમાં ગેરશિસ્ત અને ગેરરીતિ આચરવા બદલ તાત્કાલિક અસરથી સરસ્પેન્ડ કરાયા છે તેમજ તત્કાલીન મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. DGCIના નિયમો અનુસાર એથિકલ કમિટીની રચના ન થઈ હોવાનું તેમજ એથિકલ કમિટીની રિસર્ચની કામગીરી નિયમોનુસાર ન થઈ હોવાનું તેમજ કિક્લનિકલ રિસર્ચમાં ગેરરીતિ અને નાણાંકીય વ્યવહારોમાં અનિયમિતતા અંગેની ફરિયાદોમાં કમિટીની તપાસના અહેવાલ બાદ ડો. દેવાંગ રાણાને સરપેન્ડ કરાયા છે.