ઓટોમેશનના કારણે આઇટી સેક્ટરને ૬.૪ લાખ નોકરીનુ નુકસાન થઇ શકે

અટલ સમાચાર,ડેસ્ક હાલમાં જ એક અમેરિકી રિસર્ચ કંપનીએ અભ્યાસ બાદ દાવો કર્યો છે કે ઓટોમેશનના કારણે આઇટી સેક્ટરને ૬.૪ લાખ નોકરીનુ નુકસાન થઇ શકે છે. ઓટોમેશનના કારણે આગામી પાંચ વર્ષમાં ભારતીય આઇટી સર્વિસેઝ ઇન્ડસ્ટ્રીઝને લો સ્કીલ વાળી ૬.૪ લાખ નોકરીનુ નુકસાન થઇ શકે છે. કોઇ રિસર્ચ કંપની દ્વારા ઓટોમેશનના કારણે સંભવિત નોકરી નુકસાન અંગે પ્રથમ
 
ઓટોમેશનના કારણે આઇટી સેક્ટરને ૬.૪ લાખ નોકરીનુ નુકસાન થઇ શકે

અટલ સમાચાર,ડેસ્ક

હાલમાં જ એક અમેરિકી રિસર્ચ કંપનીએ અભ્યાસ બાદ દાવો કર્યો છે કે ઓટોમેશનના કારણે આઇટી સેક્ટરને ૬.૪ લાખ નોકરીનુ નુકસાન થઇ શકે છે. ઓટોમેશનના કારણે આગામી પાંચ વર્ષમાં ભારતીય આઇટી સર્વિસેઝ ઇન્ડસ્ટ્રીઝને લો સ્કીલ વાળી ૬.૪ લાખ નોકરીનુ નુકસાન થઇ શકે છે. કોઇ રિસર્ચ કંપની દ્વારા ઓટોમેશનના કારણે સંભવિત નોકરી નુકસાન અંગે પ્રથમ વખત કોઇ રિસર્ચ કંપનીએ વાત કરી છે. જો કે ભારતીય આઇટી નિષ્ણાંતો સિક્કાના બીજા ભાગને પણ જોવા માટે કહી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે આ ગાળા દરમિયાન મોટા પાયે રોજગારીની તક પણ સર્જાશે.

એચએફએસ રિસર્ચ કંપનીએ પોતાના અભ્યાસમાં દાવો કર્યો છે કે વર્ષ ૨૦૨૧ સુધી ગ્લોબલ આઇટી ઇન્ડસ્ટ્રીઝના વર્કફોર્સમાં નેટ આધાર પર નવ ટકાનો ઘટાડો થઇ શકે છે. એટલે કે ૧૪ લાખ નોકરીની તકો ખતમ થઇ શકે છે. નોકરીની કમીનો માર સૌથી વધારે જે દેશને થનાર છે. તેમાં ફિલીપાઇન્સ, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ સંબંધમાં ઇન્ડિયન આઇટી ઇન્ડ્‌સ્ટ્‌રીઝ બોડી નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસેઝ કંપની (નેસ્કોમ)એ કહ્યુ છે કે શક્ય છે કે રિપોર્ટ તૈયાર કરતી વેળા રિસર્ચ કંપની દ્વારા નવી ટેકનોલોજીના કારણે ઉભી થનાર રોજગારીની તમામ તકોને ધ્યાનમાં લીધી ન હોય.