જાગ્યા@બનાસકાંઠા: કોરોનાની એન્ટ્રી રોકવા પોલીસ અને આરોગ્યની સંયુક્ત તપાસ

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ સાથેનો પ્રવેશ અટકાવવા મોટો સુધારો કર્યો છે. જેની શરૂઆતથી જ જરૂરિયાત હતી, તે વ્યવસ્થા હવે કરવામાં આવી છે. ચેકપોસ્ટ ઉપર પોલીસ સાથે આરોગ્યની સંયુક્ત તપાસ રાખવામાં આવી છે. જેથી અત્યંત જરૂરી કામેથી પસાર થતાં પૈકી શંકાસ્પદોને પકડી શકાય. પોલીસ સાથે આરોગ્ય કર્મચારી તપાસ કરી વાયરસના સામાન્ય
 
જાગ્યા@બનાસકાંઠા: કોરોનાની એન્ટ્રી રોકવા પોલીસ અને આરોગ્યની સંયુક્ત તપાસ

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ સાથેનો પ્રવેશ અટકાવવા મોટો સુધારો કર્યો છે. જેની શરૂઆતથી જ જરૂરિયાત હતી, તે વ્યવસ્થા હવે કરવામાં આવી છે. ચેકપોસ્ટ ઉપર પોલીસ સાથે આરોગ્યની સંયુક્ત તપાસ રાખવામાં આવી છે. જેથી અત્યંત જરૂરી કામેથી પસાર થતાં પૈકી શંકાસ્પદોને પકડી શકાય. પોલીસ સાથે આરોગ્ય કર્મચારી તપાસ કરી વાયરસના સામાન્ય લક્ષણો ઓળખી આગળની કાર્યવાહી કરી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટા રાહતના સમાચાર છે કે કોરોના વાયરસના એકપણ કેસ નથી. જોકે નજીક પાટણ જિલ્લામાં અને સરહદી રાજ્ય રાજસ્થાનમાં પોઝીટીવ કેસ હોવાથી સજાગ થવું અત્યંત જરૂરી છે. આથી રહી રહીને પણ જિલ્લા તંત્ર દ્વારા મોટો નિર્ણય કરી સુધારો કર્યો છે. જેમાં ધાનેરા નજીક નેનાવા ચેકપોસ્ટ પાસે પોલીસ સાથે આરોગ્યની ટીમ પણ મૂકવામાં આવી છે. પોલીસની તપાસમાં આરોગ્ય કર્મચારી વાયરસ સાથેની એન્ટ્રી ન હોવાની ખાત્રી કરશે. કોરોનાને લઈ નેનાવા બોર્ડર સિલ છે પરંતુ આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ માટે વ્યવસ્થા છે. આથી રાજસ્થાન અને ગુજરાત તરફથી આવતા જતાં વાહનચાલકોની આરોગ્ય ટીમ તપાસ કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકડાઉનના પ્રથમ દિવસથી જ તમામ આંતર જિલ્લા અને રાજ્ય બોર્ડર ઉપર આરોગ્ય ટીમની તપાસ અત્યંત જરૂરી હતી. જોકે કોરોના વાયરસની ખૌફનાક હકીકતો તબક્કાવાર સામે આવતાં જિલ્લા વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ સ્થિતિમાં ચેકપોસ્ટ પર પોલીસ સાથે આરોગ્ય કર્મચારીઓએ હાજર રહી કોરોના વાયરસની ઘૂસણખોરી અટકાવવા મથામણ શરૂ કરી છે.