જગુદણ ગામે રામજી મંદિરની ત્રિદિવસીય વિષ્ણુયાગનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના જગુદણ ગામે રામજી મંદિરની 11 થી 13મી ત્રિદિવસીય વિષ્ણુયાગનું આયોજન યોજવામાં આવ્યું છે. જેમાં વિસનગર કાંસાના મંડળ દ્વારા શકુબાઇનું આખ્યાન બીજા દિવસે જામ જોધ્ધપુરની બાળાઓ દ્વારા મા-બાપને ભૂલશો નહીં નાટક પ્રસ્તુત કરશે. ત્રીજા દિવસે રાસ-ગરબા અને રામધૂન કરી પ્રસંગને દિપાવશે. આ પ્રસંગે અંબાજી થી ચૂંદડીવાળા માતાજી, ધર્મગુરુઓ આર્શીવચન આપશે. 3300થી વધારે
 
જગુદણ ગામે રામજી મંદિરની ત્રિદિવસીય વિષ્ણુયાગનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના જગુદણ ગામે રામજી મંદિરની 11 થી 13મી ત્રિદિવસીય વિષ્ણુયાગનું આયોજન યોજવામાં આવ્યું છે. જેમાં વિસનગર કાંસાના મંડળ દ્વારા શકુબાઇનું આખ્યાન બીજા દિવસે જામ જોધ્ધપુરની બાળાઓ દ્વારા મા-બાપને ભૂલશો નહીં નાટક પ્રસ્તુત કરશે. ત્રીજા દિવસે રાસ-ગરબા અને રામધૂન કરી પ્રસંગને દિપાવશે. આ પ્રસંગે અંબાજી થી ચૂંદડીવાળા માતાજી, ધર્મગુરુઓ આર્શીવચન આપશે. 3300થી વધારે બહેન દીકરીઓને દાનભેટ પટેલ હીરાબેન તરફથી આપવામાં આવશે. પૂર્ણાહૂતિના દિને 13 હજારથી વધારે ગ્રામજનો, મહેમાનો યજ્ઞના દર્શનનો લાભ લેશે. પરમપૂજ્ય 108 સંતો મુગટદાસ મહારાજનું વિષ્ણુયાગ યોજવાનુ સ્વપ્ન પુરુ થશે.