GST indiatvpaisa
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

આજથી સામાન્ય લોકોને સ્પર્શે તેવા આયકર, બેન્કીંગ, રેલ્વે, વિમા, જીએસટી ક્ષેત્રે ધરખમ ફેરફારો અમલી બન્યા છે. આજથી ૨૩ વસ્તુઓ અને સેવાઓ સસ્તી થઈ છે તો આજથી આધારકાર્ડમાં ફેરફાર હવે સરળ નહિ બને. નજીકના આધાર કેન્દ્ર પર માત્ર એક જ વખત જન્મ તિથીમાં બદલાવ કરી શકાશે. બીજીવાર માટે યુઆઈડીએઆઈના પ્રાદેશિક કાર્યાલયમાં જવુ પડશે.

તેમજ દુર્ઘટના વિમાનુ કવર ૧૫ લાખ કરવામાં આવ્યુ છે. ઉપરાંત કાર ખરીદવાનુ મોંઘુ થયુ છે. એટલુ જ નહિ આજથી જૂના ચેક માન્ય નહિ રહે સીટીએસવાળા જ ચેક માન્ય રહેશે. આજથી અનેક બેન્કોના જૂના એટીએમ કાર્ડ પણ નહિ ચાલે. આજથી નેશનલ પેન્શન સ્કીમને ઈઈઈ શ્રેણીમાં રાખવામાં આવતા હવે ટેક્ષ આપવો નહિ પડે. આયકર રીટર્ન પર બમણો દંડ લાગશે.

હોમ લોન પર પ્રોસેસિંગ ફી શરૂ થઈ છે. પ્રીજીએસટી ચીજવસ્તુઓ આજથી વેંચી નહિ શકાય અને આજથી લાગુ થશે નહિ. સરકાર અને કંપનીઓએ આજથી અમલમાં આવે તેવા નવા નિર્ણયો અમલી બનાવ્યા છે.

લોકોની રોજબરોજની જીંદગી પર અસર કરતા આ ફેરફારોની વિગતો જોઈએ તો સામાન્ય જનતાને સરકારે નવા વર્ષની ગિફટ આપતા પ્રથમ જાન્યુઆરીથી સિનેમા ટિકિટ, ૩૨ ઇંચના ટીવી અને મોનિટર સ્ક્રિન સહિત ૩૨ જેટલી વસ્તુઓ પર જીએસટી દરોમાં ઘટાડો કર્યો છે. ૨૩ વસ્તુઓ સસ્તી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વસ્તુઓમાં સિનેમા ટિકિટ, ટેલિવિઝન અને મોનિટર સ્ક્રિન, પાવર બેંક વગેરે સામેલ છે.

આજથી આ વસ્તુઓ પર જીએસટીનો દર ઓછો થઈ રહ્યો છે. જેના કારણે આ વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. જીએસટી પરિષદે ગત બેઠકમાં આ વસ્તુઓ પર લાગતા ૨૮ ટકાના જીએસટી દરને ઓછો કર્યો છે. અમુક વસ્તુઓ પર ટેકસ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. જયારે અમુક વસ્તુઓને 18 ટકામાંથી 12 ટકાના સ્લેબમાં લાવવામાં આવી છે. હવે જીએસટીના સૌથી ઊંચા દર એટલે કે 28 ટકાના સ્લેબમાં અમુક લકઝરી વસ્તુઓ રહી છે. જીએસટી પરિષદે પોતાની બેઠકમાં દિવ્યાંગ વ્યકિતઓને કામ આવતા વાહનોના સ્પેરપાર્ટ્સ પર જીએસટી દર 28 ટકામાંથી ઘટાડીને 5 ટકા કરી દીધો છે. ટ્રાન્સપોર્ટેશન વાહનોના થર્ડ પાર્ટી વીમા પર જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. સંગેમરમરના પથ્થરો, પ્રાકૃતિક કોર્ક, ફલાઇંગ એશથી બનેલી ઈંટો વગેરે પર 5 ટકા જીએસટી લાગશે. સંગીતના પુસ્તકો, રાંધ્યા વગરની અથવા વરાળથી પાકેલી અથવા ઉકાળીને બનાવવામાં આવેલા શાકભાજી તેમજ ફ્રોઝન કરવામાં આવેલી શાકભાજી પર હવેથી કોઈ જ જીએસટી નહીં લાગે.

જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા બચત ખાતાધારકોએ હવે બેંકોની સેવા માટે જીએસટી નહીં આપવો પડે. સરકાર દ્વારા સંચાલિક અથવા ચાર્ટર્ડ ઉડાન દ્વારા યાત્રા કરનાર યાત્રિકોએ હવે 5 ટકા જીએસટી આપવો પડશે. આ ઉપરાંત રૂ. 100 સુધીની સિનેમા ટિકિટ પર 18 ટકાના બદલે ૧૨ ટકા જીએસટી લાગશે. 100 રૂપિયાથી મોંઘી સિનેમા ટિકિટ પર પણ 28 ટકાના બદલે 18 ટકા જીએસટી લાગશે. 33 ઇંચ સુધીના ટીવી તેમજ મોનિટર અને પાવર બેંક પર પહેલા 28 ટકા જીએસટી દર હતો, જેના બદલે હવે તેના પર 18 ટકા જીએસટી લાગશે.

આરબીઆઈએ બેંકોને 31 ડિસેમ્બર 2018પહેલા મેગ્નેટિક સ્ટ્રિપવાળા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ બદલવા માટે કહ્યું હતું. આની જગ્યાએ હવે આજથી ઈએમની ચિપવાળા કાર્ડ લાગુ થશે. ત્યારે આવામાં જો આપે પોતાનું કાર્ડ નથી બદલાવ્યું તો તેને તરત જ બદલાવી લ્યો. જો તમે જૂના ચેકનો ઉપયોગ કરો છો તો હવે તે માન્ય નહી ગણાય. તેને આપ તરત જ બદલાવી લો. હવે આપને સીટીએસવાળો ચેક લેવાનો રહેશે. સીટીએસ ચેકને કિલયર થવા માટે એક બેંકથી બીજી બેંકમાં મોકલવાની જરુર પણ નહી રહે. 2017-2018માં ઈન્કમટેકસ ભરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ 2018 હતી. જે બાદમાં વધીને 31 ડિસેમ્બર 2018 થઈ ગઈ હતી. પરંતુ દંડ 5 હજારનો હતો. પરંતુ જો હવે તમે આ ડેડલાઈન પણ મીસ કરી દીધી તો આપને 10 હજારનો દંડ ભરીને 31 માર્ચ 2018 પહેલા ઈનકમ ટેકસ રિટર્ન ફાઈલ કરવું પડશે. 1 જાન્યુઆરીથી મેગ્નેટિક સ્ટ્રિપ વાળા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચાલશે નહિ, હવે આ પ્રકારનાં કાર્ડની બનાવટ બંધ થઈ ચુકી છે. જો કે કાર્ડની સુરક્ષા વધારવા માટે આ પ્રકારનાં પગલા ભરાઈ રહ્યા છે.

1 જાન્યુઆરીથી મોટા ભાગની ઓટો કંપની ગાડીઓનાં ભાવોમાં વધારો કરવા અંગેની જાહેરીત કરી ચુકી છે. જેમાં ટાટા મોટર્સ, મારુતિ, નિસાન, ફોર્ડ, ટોયાટો અને બીએમડબ્લ્યુ જેવી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સે તમામ મુસાફરી વાહનોની કિંમતમાં 40,000 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા વર્ષથી પ્રીજીએસટીવાળી ચીજો પર મળનારા ડિસ્કાઉન્ટનો ફાયદો નહીં મળે. જીએસટી લાગુ થયા પહેલાની ચીજોને વેચવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. તેથી જે દુકાનદારો પાસે જૂનો સ્ટોક હતો તેઓ સ્ટોક કિલયર કરવા વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરતા હતા. ઈન્સ્યોરેન્સ રેગ્યુલેટર ઈરડાનાં નવા નિયમો 1લી જાન્યુઆરીથી લાગુ થશે. અકસ્માતમાં વાહનનો માલિક અથવા ડ્રાઈવરનું મોત થવા પર તેના પરિવારને નક્કી કરાયેલી રકમ આપવામાં આવશે. નવા નિયમો પ્રમાણે, હવે વાહનનાં વીમા માટે 750 રૂપિયાનું પ્રિમિયમ આપવું પડશે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code