જલોતરા બનાસબેંકના કર્મચારી ધનરાજભાઇ કરેણને વિદાયમાન અપાયું
અટલ સમાચાર, વડગામ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જલોતરા શાખામાં કર્મચારી તરીકે સેવા બજાવતા ધનરાજભાઇ કરેણની બ્રાન્ચ મેનેજર તરીકે બઢતી સાથે બદલી થતાં શ્રીફળ, સાલ તથા મોમેન્ટો દ્વારા સન્માન આપી વિદાયમાન અપાયું હતું. આ કાર્યક્રમનુ આયોજન બનાસબેંક જલોતરા શાખા મેનેજર કેશરભાઇ મોર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમા આજુબાજુની બનાસબેંક શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
Feb 14, 2019, 12:03 IST

અટલ સમાચાર, વડગામ
બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જલોતરા શાખામાં કર્મચારી તરીકે સેવા બજાવતા ધનરાજભાઇ કરેણની બ્રાન્ચ મેનેજર તરીકે બઢતી સાથે બદલી થતાં શ્રીફળ, સાલ તથા મોમેન્ટો દ્વારા સન્માન આપી વિદાયમાન અપાયું હતું. આ કાર્યક્રમનુ આયોજન બનાસબેંક જલોતરા શાખા મેનેજર કેશરભાઇ મોર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમા આજુબાજુની બનાસબેંક શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.