આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકાના જલોતરા ગામે ચૌધરી (આંજણા) સમાજ દ્વારા નવી પહેલ ના ભાગરુપે ૬(છ) દિકરીઓના સમુહલગ્નોત્સવ તા ૧૮ જાન્યુઆરીના રોજ યોજાયા હતા. આ સમુહલગ્નોત્સવની એક વિષેશતા એ રહી કે પ્રસંગોમા વધુ પડતા ખર્ચા રોકવા માટે તા.૧૭ જાન્યુઆરીના રોજ જલોતરા ચૌધરી સમાજ ના ૩(ત્રણ) જીયાણા ના આંણા તથા ૬(છ) ગુરુમહારાજની બાબરીના પ્રસંગો પણ એક જ ભોજન સમારંભમા આવરી લેવામાં આવ્યા હતા. આમ આ કાર્યક્રમ એક પ્રસંગોત્સવ બની ગયો હતો. આ સમુહલગ્નોત્સવને સફળ બનાવવા માટે જલોતરા ચૌધરી સમાજ ના વડિલો તથા યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી, આ સમુહલગ્નોત્સવમા ચૌધરી સમાજના આગેવાનો તથાઆશરે ૭૦૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

30 Sep 2020, 5:51 AM (GMT)

COVID-19 Global Stats

33,844,343 Total Cases
1,012,665 Death Cases
25,148,403 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code