જલોતરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય ચુકવણા સંમેલન યોજાયું

અટલ સમાચાર, વડગામ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ત્વરિત સહાય ચુકવણા સંમેલન તા ૨૨.૧૨.૨૦૧૮ના રોજ વડગામ તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમારની વિષેશ ઉપસ્થિતીમાx યોજાયેલ. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડગામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામઠી ભાષામાં સ્વચ્છતા અભિયાન તથા સરકારી યોજનાની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વડગામ તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી લક્ષ્મણભાઈ બોચીયા,
 
જલોતરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય ચુકવણા સંમેલન યોજાયું

અટલ સમાચાર, વડગામ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ત્વરિત સહાય ચુકવણા સંમેલન તા ૨૨.૧૨.૨૦૧૮ના રોજ વડગામ તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમારની વિષેશ ઉપસ્થિતીમાx યોજાયેલ. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડગામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામઠી ભાષામાં સ્વચ્છતા અભિયાન તથા સરકારી યોજનાની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વડગામ તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી લક્ષ્મણભાઈ બોચીયા, જલોતરા ગ્રામ પંચાયત સરપંચ મંજુલાબેન મોંઘજીભાઇ ભીલ, ડે સરપંચ તથા સભ્યો, તાલુકા પંચાયત સદસ્ય તથા જલોતરા સેજા આઇ આર. ડી. બી. ગ્રામસેવક પ્રતિક્ષાબેન તથા અન્ય ગ્રામ પંચાયતોના તલાટી અને ગ્રામસેવકો ઉપસ્થિત રહ્યા હતા.