જલોતરા-કમાલપુર-ઘોડીયાલ નવિન રોડ બન્યો પરંતુ સાઈડ જૈસે થેઃ દેખાડા પુરતી કામગીરી

અટલ સમાચાર, વડગામ વડગામ તાલુકાના જલોતરા ગામથી વાયા કમાલપુર-ઘોડીયાલ જતા રોડનુ પેવર કામ તો કરાયુ પરંતુ રોડનુ કામ પૂર્ણ થયાને સમય થવા છતા માર્ગ-મકાન વિભાગના સત્તાધીશો તેમજ રોડ બનાવનાર કોન્ટ્રાકટરને આજદિન સુધી બાજુમા રહેલા ખાડાઓ તેમજ મેટલનુ પુરાણ કરવાની ફુરસદ મળી નથી. ખાડા-ટેકરા વાળા માર્ગ પરથી દૈનિક અવર-જવર કરતા વાહનચાલકોને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી
 
જલોતરા-કમાલપુર-ઘોડીયાલ નવિન રોડ બન્યો પરંતુ સાઈડ જૈસે થેઃ  દેખાડા પુરતી કામગીરી

અટલ સમાચાર, વડગામ
વડગામ તાલુકાના જલોતરા ગામથી વાયા કમાલપુર-ઘોડીયાલ જતા રોડનુ પેવર કામ તો કરાયુ પરંતુ રોડનુ કામ પૂર્ણ થયાને સમય થવા છતા માર્ગ-મકાન વિભાગના સત્તાધીશો તેમજ રોડ બનાવનાર કોન્ટ્રાકટરને આજદિન સુધી બાજુમા રહેલા ખાડાઓ તેમજ મેટલનુ પુરાણ કરવાની ફુરસદ મળી નથી. ખાડા-ટેકરા વાળા માર્ગ પરથી દૈનિક અવર-જવર કરતા વાહનચાલકોને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે.

જલોતરા-કમાલપુર-ઘોડીયાલ નવિન રોડ બન્યો પરંતુ સાઈડ જૈસે થેઃ  દેખાડા પુરતી કામગીરીનવીન રોડની સાઇડોમાં ખાડા તેમજ મેટલ ખુલ્લા પડયા હોવાથી રાત્રીના સમયે વાહન ચાલક આ રોડ પરથી પસાર થાય ત્યારે સાઇડોમા રહેલા ખાડાઓના કારણે વાહનો પલ્ટી મારી જવાની તેમજ અકસ્માત સજૉવાની ભીતિ સેવાતી રહી છે. તાજેતરમાં જ આ રોડ ઉપર ગાડી પલ્ટી મારી જવાની ઘટના બની હતી. જેમાં જલોતરા ગામના પુર્વ મહીલા સરપંચનુ મોત થવા પામ્યુ હતુ. ત્યારે આ નવિન બનાવેલા રોડની સાઇડોમાં રહેલા ખાડાઓના કારણે કોઇ અકસ્માતની મોટી ઘટના ઘટે તે પહેલા માર્ગ અને મકાન વિભાગના જવાબદાર સત્તાધીશો દ્વારા વહેલી તકે રોડની સાઇડોમા રહેલા ખાડાઓ તેમજ મેટલ ઉપર પુરાણ કરાય તેવુ વિસ્તારના લોકો તેમજ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે. સાઇડમાં રહેલા ખુલ્લા મેટલોના કારણે બાઇક, સ્કુટર જેવા નાના વાહનોને સાઇડો લેવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. જે બાબતે માર્ગ-મકાનના સત્તાધીશો સજાગતા દાખવીને સાઇડમાં રહેલા ખાડાઓ તેમજ મેટલો ઉપર પુરાણ કરાવી વાહન ચાલકોની મુશ્કેલીઓ દુર કરવા મદદરૂપ બને તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે.

શું તંત્ર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે

વડગામ તાલુકાના જલોતરા ગામથી કમાલપુરા ઘોડીયાલ જતા રોડને નવો બનાવ્યાને સમય થવા છતાં આ રોડની સાઇડમા રહેલા ખાડાઓ તેમજ ખુલ્લા મેટલ પુરવામાં તંત્રને કોઇ ગ્રહ નડે છે કે પછી અકસ્માત સર્જાયાની રાહ જોવાય છે તેવુ લોકોમા ચર્ચાઈ રહ્યું છે.