જમીન રિ-સર્વે કામગીરીની ડેડલાઈન મામલે સરકાર અને કર્મચારીઓ આમને-સામને

અટલ સમાચાર, મહેસાણા રાજ્યભરમાં આવેલી જિલ્લા જમીન દફતર કચેરીઓમાં છેલ્લા કેટલાક વર્ષથી ચાલતી રિ-સર્વેની કામગીરીને લઈ સરકાર કડક બની છે.વાંધા અરજીઓના નિકાલ સહિતની કામગીરી પૂર્ણ કરવા 31 ડિસેમ્બરની ડેડલાઈન અપાઈ છે. જેનાથી ડઘાઈ ગયેલા કર્મચારીઓ લાલઘૂમ થઈ પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. સરકારે પણ નોટીસ આપવાનું શરુ કરતા મામલો ગરમાયો છે. ખેડૂતોની જમીન રિ-સર્વેને લઈ રાજ્યભરમાં
 
જમીન રિ-સર્વે કામગીરીની ડેડલાઈન મામલે સરકાર અને કર્મચારીઓ આમને-સામને

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યભરમાં આવેલી જિલ્લા જમીન દફતર કચેરીઓમાં છેલ્લા કેટલાક વર્ષથી ચાલતી રિ-સર્વેની કામગીરીને લઈ સરકાર કડક બની છે.વાંધા અરજીઓના નિકાલ સહિતની કામગીરી પૂર્ણ કરવા 31 ડિસેમ્બરની ડેડલાઈન અપાઈ છે. જેનાથી ડઘાઈ ગયેલા કર્મચારીઓ લાલઘૂમ થઈ પ્રતિક ઉપવાસમાં જોડાયા છે.  સરકારે પણ નોટીસ આપવાનું શરુ કરતા મામલો ગરમાયો છે.

ખેડૂતોની જમીન રિ-સર્વેને લઈ રાજ્યભરમાં હોબાળો અને કચેરીઓમાં અરજીઓનો મારો ઓછો થતો નથી. જેથી રાજ્ય સરકારે લાખો વાંધા અરજીઓના નિકાલ સહિતની કામગીરી 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા આદેશ કર્યા છે. રોજના 8 ઓર્ડર કરવા સામે કર્મચારીઓ ચારથી પાંચ કરી રહ્યા છે.

જેથી રાજ્ય સરકારે કેટલાક કર્મચારીઓની બદલી, નોટીસ અને ચાર્જશીટ સહિતની તજવીજ આદરી છે. આથી ડઘાઈ ગયેલા વર્ગ-3ના કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કર્યા બાદ તા.24 થી 29 ડિસેમ્બર સુધી પ્રતિક ઉપવાસ શરુ કર્યા છે. આ સાથે આગામી 31 ડીસેમ્બરે સામુહિક હડતાલ ઉપર જવાનું એલાન કર્યું છે.

કર્મચારીઓના મતે એક દિવસમાં 8 ઓર્ડર અશક્ય છે. આ સાથે કોઈપણ સંજોગોમાં 31 ડિસેમ્બરે કામ પૂર્ણ થાય તેમ નથી.  ઉલ્લેખનીય છે કે રાજ્યના 2,500 કર્મચારીઓ સરકારના વલણ સામે એકસંપ થઈ ઘટતું કરાવવા મથી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રિસર્વે બાદ વાંધા અરજીઓમાં ટોપમાં બનાસકાંઠા ત્યારબાદ મહેસાણા જિલ્લો આવે છે. હકીકતે ઉત્તર ગુજરાતના ખેડૂતોને રિ-સર્વેમાં અનેક ગોટાળા હોવાનું ધ્યાને આવ્યું છે.