જમ્મુ-કાશ્મીરઃ આંતકીઓનો વિણી-વિણી ખાતમો કરાશે, વધુ 100 કંપની તહેનાત

અટલ સમાચાર,ડેસ્ક ગૃહ મંત્રાલયના એક આદેશ બાદ ઘાટીમાં આકસ્મિક રીતે કેન્દ્રીય અર્ધસૈનિક બળની તહેનાતી કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય તરફથી 22મી ફેબ્રુઆરીએ ચિઠ્ઠી લખી જણાવ્યુ હતુ કે, ‘અમારે જમ્મુ અને કાશ્મીરમાં વધુમાં વધુ અર્ધસૈનિક બળની તહેનાતી કરવી છે. રાજ્યની સરકાર તરફથી અમને 100 કંપનીઓ માટે અનુરોધ કરવામાં આવ્યો છે.’ આ ચિઠ્ઠી મળતાની સાથે જ
 
જમ્મુ-કાશ્મીરઃ આંતકીઓનો વિણી-વિણી ખાતમો કરાશે, વધુ 100 કંપની તહેનાત

અટલ સમાચાર,ડેસ્ક

ગૃહ મંત્રાલયના એક આદેશ બાદ ઘાટીમાં આકસ્મિક રીતે કેન્દ્રીય અર્ધસૈનિક બળની તહેનાતી કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય તરફથી 22મી ફેબ્રુઆરીએ ચિઠ્ઠી લખી જણાવ્યુ હતુ કે, ‘અમારે જમ્મુ અને કાશ્મીરમાં વધુમાં વધુ અર્ધસૈનિક બળની તહેનાતી કરવી છે. રાજ્યની સરકાર તરફથી અમને 100 કંપનીઓ માટે અનુરોધ કરવામાં આવ્યો છે.’ આ ચિઠ્ઠી મળતાની સાથે જ ગૃહ મંત્રાલય રાજ્ય સરકારના અનુરોધ બાદ સીઆરપીએફની 45, બીએસએફની 35, એસએસબીની 10 અને આઈટીબીપીની 10 કંપનીઓને ઘાટીમાં તહેનાત કરવા માટે રવાના કરી રહી છે. અતિરિક્ત બળને આગામી આદેશ સુધી ઘાટીમાં તહેનાત રહેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. મંત્રાલયે સીઆરપીએફને અનુરોધ કર્યો છે કે તેઓ તમામ બળોને આઈજીની સાથે આંતરિક સહયોગ કરી તેની તુરંત મૂવમેન્ટ સુનિશ્ચિત કરે. મંગળવારે ઘાટીમાં લાગૂ ધારા 35-એ પર મહત્વની સુનાવણી થવાની છે અને સરકાર કોઈપણ પ્રકારે સુરક્ષામાં કોઈ કમી રાખવા માંગતી નથી.