જમ્મુ-કાશ્મીરઃઅલગાવવાદી યાસીન મલિકની ધરપકડ, સેના આક્રમક મૂડમાં

અટલ સમાચાર, ડેસ્ક જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓ પર કાર્યવાહીના સંકેતોની વચ્ચે શુક્રવારે રાતે યાસીન મલિકની ધરપકડ કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યુ કે પોલીસ અને અર્ધસૈનિક દળોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. જોકે અત્યારે ધરપકડ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર ભીષણ આતંકવાદી હુમલાના આઠ દિવસ બાદ આ કાર્યવાહી સામે આવી છે. આ
 
જમ્મુ-કાશ્મીરઃઅલગાવવાદી યાસીન મલિકની ધરપકડ, સેના આક્રમક મૂડમાં

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓ પર કાર્યવાહીના સંકેતોની વચ્ચે શુક્રવારે રાતે યાસીન મલિકની ધરપકડ કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યુ કે પોલીસ અને અર્ધસૈનિક દળોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.

જોકે અત્યારે ધરપકડ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર ભીષણ આતંકવાદી હુમલાના આઠ દિવસ બાદ આ કાર્યવાહી સામે આવી છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

પુલવામા આતંકી હુમલા બાદ તમામ અલગાવવાદીઓની સુરક્ષા હટાવી લેવાઈ હતી. જેમાં મીર વાઈઝ ઉમર ફારૂક અને શબ્બીર શાહનું નામ પ્રમુખ હતુ. કેન્દ્ર સરકારની સાથે સાથે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે સ્પષ્ટ કરી દીધુ હતુ કે આ વિષયમાં પહેલેથી વિચાર મંથન ચાલુ હતુ.

જમ્મુ-કાશ્મીર સરકારે 18 અલગાવવાદી નેતાઓની સુરક્ષામાં ઘટાડો કર્યો છે. તેમાં હુર્રિયત નેતા એસએએસ ગિલાની, નયીમ અહેમદ ખાન, આગા સૈયદ મોસવી, મૌલવી અબ્બાસ અંસારી, યાસીન મલિક, સલીમ ગિલાની, શાહિદ ઉલ ઈસ્લામ, ઝફર અકબર ભટ, મુખ્તાર અહેમદ વાજાનુ નામ પ્રમુખ છે.