જમ્મુમાં ITBPના વાહનને અકસ્માત, એકનું મોત, 34 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગની સવારે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (આઇટીબીપી)નું એક વાહનને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન એક જવાનનું મૃત્યુ થયું હતું જ્યારે 34 ઘાયલ થયા હતા. આ બનાવ શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પર થઈ હતી. એવું કહેવામાં આવ્યું છે કે ચૂંટણી ડ્યુટી સમાપ્ત થયા પછી સુરક્ષા કર્મચારીઓ કાશ્મીરમાં બદગામથી પરત ફરી
 
જમ્મુમાં ITBPના વાહનને અકસ્માત, એકનું મોત, 34 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગની સવારે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (આઇટીબીપી)નું એક વાહનને અકસ્માત નડ્યો હતો.  આ દરમિયાન એક જવાનનું મૃત્યુ થયું હતું જ્યારે 34 ઘાયલ થયા હતા. આ બનાવ શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પર થઈ હતી. એવું કહેવામાં આવ્યું છે કે ચૂંટણી ડ્યુટી સમાપ્ત થયા પછી સુરક્ષા કર્મચારીઓ કાશ્મીરમાં બદગામથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના સર્જાઈ છે.

બચાવકામગીરીના દ્રશ્યો ભયાનક જણાઈ રહ્યા હતા. પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા લોકો માર્યા જવાની ધારણા છે. જોકે ઇજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે. બસમાં 35 લોકો હોવાની ધારણ બંધાઈ છે.

ઘટનાસ્થળે રાહત અને બચાવ કર્મચારીઓની એક ટીમ હાજર છે. આ ટુકડીમાં સૈન્ય, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકો જોડાયા છે. ઈજાગ્રસ્ત 34 લોકો બસના બહાર કાઢવામાં આવ્યા છે અને રામબાણ જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા છે.